IND vs ENG : રોહિત, હાર્દિક, જોસ બટલર સહિતના ખેલાડીઓનું અમદાવાદમાં આગમન, હોટલ પહોંચ્યા, જુઓ Video

અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમનું આગમન:રોહિત, હાર્દિક, કોહલી, જોસ બટલર, જો રૂટ સહિતના ખેલાડી હોટલ પહોંચ્યા, 12 ફેબ્રુ.એ મોદી સ્ટેડિમયમાં વન-ડે મેચ રમાશે

IND vs ENG : રોહિત, હાર્દિક, જોસ બટલર સહિતના ખેલાડીઓનું અમદાવાદમાં આગમન, હોટલ પહોંચ્યા, જુઓ Video
| Updated on: Feb 10, 2025 | 10:35 PM

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે, ત્યારે આજે (10 ફેબ્રુઆરી) ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાત્રે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. બંને ટીમના આગમને પગેલા અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કેપ્ટન રોહિત શર્મા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન, સાકીબ મહેમૂદ, જો રૂટ સહિના ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષર પટેલ એરપોર્ટથી ટીમ ઇન્ડિયા સાથે બસમાં જવાને બદલે અલગથી ગાડીમાં ગયો હતો. જ્યારે વિરાટ કોહલી આજે રમૂજી મૂડમાં જોવા મળ્યો હતો.

જોકે, એરપોર્ટથી બંને ટીમના ખેલાડીઓ હોટલ રવાના થયા હતા. જ્યાંથી બન્ને ટીમના ખેલાડીઓ પોલીસ-બંદોબસ્ત વચ્ચે બસમાં બેસીને હોટલ રવાના થયા હતા. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હોટલ ITC નર્મદા ખાતે રોકાવાની છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ હોટલ હયાતમાં રોકાવાની છે. જોકે, પોતાના ફેવરિટ ખેલાડીને જોવા માટે હોટલ બહાર ક્રિકેટ રસિકોનો જમાવડો જોવા મળ્યો હતો.

Published On - 10:34 pm, Mon, 10 February 25