AHMEDABAD : નોટબંધી સમયના આર્થિક વ્યવહારો અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ

|

May 27, 2021 | 5:17 PM

AHMEDABAD : કોરોનાની બીજી લહેરને લઇ તા.21 મે સુધી દુકાનો બંધ હતી. તે સમયે 10 મેના રોજ વેપારીઓને ઇન્કમટેક્ષની નોટિસ મળી છે. આ 30 દિવસમાં નોટિસનો જવાબ પાઠવવા સમય આપ્યો છે. જેથી નોટિસનો જવાબ આપવાની મુદત વધારવા રજૂઆત કરાઈ છે.

AHMEDABAD : નોટબંધી સમયના આર્થિક વ્યવહારો અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ
નોટબંધીના આર્થિક વ્યવહાર અંગે જ્વેલર્સને INCOME TAX ની નોટીસ

Follow us on

AHMEDABAD : નોટબંધી સમય અમદાવાદના સોની વેપારીઓ અને જ્વેલર્સોએ કરેલા નાણાકીય વ્યવહારો અંગે આવકવેરા વિભાગે, ( INCOME TAX ) અમદાવાદના 75 ટકા જ્વેલર્સને કારણદર્શક નોટીસ (Show cause notice ) ફટકારી છે.

નોટબંધી જાહેર થઈ તે પૂર્વ સોના-ચાંદીના વેપારીઓએ કરેલા વેચાણ અંડર બિલીગમાં કર્યા હતા અને બે નંબરના વહીવટ થયાની ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને શંકા હતી. જેના આધારે નોટિસ પાઠવાઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.

સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે આયકર વિભાગને આ મુદ્દે અનેક વખત સાબિતી પણ આપી દીધી છે. તેમ છતાં ફરી રીએસેસમેન્ટના નામે નોટિસ મોકલવામાં આવી રહી છે. પરિણામે વેપારીઓની પરેશાની વધી ગઈ હોવાનુ વેપારીઓનું કહેવું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સોની ઝવેરીઓને વર્ષ 2016 -17 ના આકારણી વર્ષની અને વર્ષ 2015-16 ના વર્ષના રીએસેસમેન્ટની નોટિસ પાઠવાઈ છે. નોટબંધીમાં વેપારીઓને રિટેઇલમાં સોનાનો વેપાર મોટાપાયે થયો હતો. જો કે રિટેઇલ સ્તરે કોઈએ ઊંચા ભાવ પડાવીને બિલ નીચા ભાવે બનાવી કે બે નંબરના વેપાર કર્યા નથી તેમ છતાં આઈકર વિભાગ પરેશાન કરી રહયો હોવાનું વેપારીઓનું કહેવું છે.

આયકર વિભાગે 148ની કલમ પ્રમાણે નોટિસ પાઠવી છે.ગ ત વર્ષે પણ આ જ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. જેની ફરી એક વખત રિ-એસએસમેન્ટની નોટિસ પાઠવી છે. જેથી સોની વેપારીઓ પોતાના નામ જણાવ્યા વગર કહ્યું કે આઇટી વિભાગ દ્વારા આ રીતના ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને જો આ રીતનું દર વખત પેપર વર્ક કરવાનું રહેશે તો ધંધો કેવી રીતે થશે. જેને લઇને વેપારીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.

ત્યારે બીજી બાજુ સોની જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જીગર સોનીનું કહેવું છે કે કોરોનાની બીજી લહેર લઇ તા.21 મે સુધી દુકાનો બંધ હતી તે સમયે 10 મેના રોજ વેપારીઓને ઇન્કમટેક્ષ નોટિસ મળી છે અને 30 દિવસમાં નોટિસનો જવાબ પાઠવવા સમય આપ્યો છે. જેથી નોટિસનો જવાબ આપવાની સમય મુદત વધારી દેવામાં આવે તેવું કહી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં 10 હજારથી પણ વધુ નાના મોટા સોની જ્વેલર્સ દુકાનો આવેલી છે. જેમાં આશરે બે હજાર જેટલા જ્વેલર્સને ઇન્કમટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે.

Next Article