ઈન્સ્ટા પર રોલો મારવાની ઘેલછામાં કાર અને ઘરેણા સાથે રિલ્સ બનાવવી નબીરાને ભારે પડી, યુવકનું થયુ અપહરણ- Video

|

Aug 02, 2024 | 6:08 PM

અમદાવાદના એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર છવાઈ જવાની ઘેલછામાં રોલો પાડતી રિલ્સ બનાવી. આ રિલમાં યુવકે સોનાના દાગીના પહેર્યા અને કાર સાથે રિલ્સ બનાવી ઈન્સ્ટા પર મુકી. કેટલાક યુવકોએ વધુ પૈસા હોવાનું અનુમાન લગાડી તેની રેકી કરી અપહરણ કર્યુ અને યુવકના પિતા પાસે ખંડણી માગી.  

એક નબીરાને ઈન્સ્ટાગ્રામ પર કાર અને ઘરેણાં સાથે રિલ્સ બનાવવું ભારે પડ્યું, રિલ્સ જોઈને ચાર જેટલા લોકોએ યુવકનું અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો. યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાડી તેની રેકી કરી અપહરણ કરી બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેની પાસે રહેલા 50,000 રૂપિયા ની લૂંટ ચલાવી હતી. જોકે આ ચારેય એરોપીઓએ યુવકના પિતા પાસે 20 લાખની ખંડણી માંગવાનો પ્લાન પણ બનાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

આધુનિક જમાનામાં યુવકોને Instagram તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ પડતા સક્રિય રહી અલગ અલગ પ્રકારની રિલસ બનાવતા જોવા મળે છે, પરંતુ આ રીલ્સ કદાચ તેમની મુસીબતનું પણ કારણ બની શકે છે તેવો વિચાર કોઈ પણ યુવકને આવ્યો નહીં હોય અને આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. વાત છે અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામની… લીલાપુર ગામમાં રહેતા યુવરાજસિંહ સોલંકી કે જેના પિતા મહેશભાઈ મોટા કોન્ટ્રાકટર છે અને ગામના પૈસાદાર વ્યક્તિ છે. મહેશભાઈનાં પુત્ર યુવરાજસિંહ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સ્કોર્પિયો ગાડી લઈ તેવો લીલાપુરથી હરિપુર ગામ તરફ જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા લોકોએ પરબડી જતા રોડ પર યુવરાજસિંહની સ્કોર્પિયો કાર ઉભી રખાવી વાહન ખરાબ થઈ ગયું હોવાનું જણાવી લિફ્ટ માંગી હતી.

નબીરાને કાર સાથે બાંધી  બેભાન કરવા માટે નશાકારક ઈંજેક્શન આપ્યુ

જે બાદ ત્રણેય લોકએ યુવરાજસિંહનું અપહરણ કરી તેની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહિ યુવરાજસિંહને બેભાન કરવા માટે નશાકારક ઇન્જેક્શન પણ આપ્યું હતું અને યુવરાજસિંહના હાથ પગ અને આંખ પર લૂંગી બાંધી દઈ તેને લીલાપુરથી નળસરોવર રોડ ઉપર અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા. આરોપીઓ યુંવરાજસિંહ પાસે તેના પિતા મહેશભાઈનો નંબર પણ માંગી રહ્યા હતા પરંતુ યુવરાજસિંહ દ્વારા સતત આરોપીઓનો સામનો કરી બૂમાબૂમ કરતો હતો તેમજ બેભાન થવાનું ઇન્જેક્શન પણ કામ નહિ કરતું હોવાથી આખરે આરોપીઓએ યુવરાજસિંહને તેની કારમાં બાંધી રાખી કારમાં રહેલા પચાસ હજાર રૂપિયા લઇને નાસી ગયા હતા. આરોપીઓના ગયા બાદ યુવરાજસિંહને તેનો મોબાઈલ હાથ લાગી આવતા તેણે પિતા મહેશભાઈને ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. પિતા મહેશભાઈને જાણ થતાં તેને પોલીસને જાણ કરી હતી અને પોલીસે યુવરાજસિંહને કારમાંથી બાંધેલી હાલતમાંથી મુક્ત કર્યો હતો. સમગ્ર બનાવની યુવરાજસિંહ દ્વારા સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે સાણંદ જીઆઇડીસી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

પરિચય અને રીલ્સને આધારે યુવકનું અપહરણ કરવાનું નક્કી કર્યું

યુવરાજસિંહની ફરિયાદના આધારે પોલીસે લીલાપુર ગામનો જ વતની ભરત ચુડાસમા તેમજ આગ્રાના સુમિત જાટવ અને રાજસ્થાનનો વિકાસદીપસિંગ ઘાલિવાલની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ભરત ચુડાસમા લીલાપુર ગામનો જ વતની છે અને તે ફરિયાદી યુવરાજસિંહને સારી રીતે ઓળખે છે. તેમજ યુવરાજસિંહ પૈસાદાર વ્યક્તિ હોવાનું તે જાણતો હતો. આરોપી ભરત ચુડાસમા અને સુમિત મિત્રો હતા અને પૈસાનાં ઉધાર ઉછીના વ્યવહારો એકબીજા સાથે કરતા હતા. એક દિવસ બંને પાનના ગલ્લા પર બેઠા હતા ત્યારે ભરત ચુડાસમા તેના મોબાઇલમાં જોતો હતો. જેમાં યુવરાજસિંહની રીલ આવતા આરોપી સુમિતે ભરતને આ રિલ્સમાં કોણ વ્યક્તિ હોવાનું પૂછ્યું હતું અને બાદમાં બંનેએ સાથે મળી યુવરાજસિંહનું અપહરણ કરી તેના પિતા મહેશભાઈ પાસે ખંડણી માંગવાનું નક્કી કર્યું હતું.

આરોપીઓએ નબીરાને બેભાન થવાનું ઈંજેક્શન આપ્યુ પરંતુ બેભાન ન થયો

સુમિતે ભરતને તેના બહારના બે મિત્રોને આ કામ માટે બોલાવવા કહ્યું હતું. જેથી સુમીતે તેની સાથે અગાઉ કામ કરતા વિકાસ અને રણજીતને અમદાવાદ બોલાવ્યા હતા. સુમિત બંને મિત્રોને પૈસા મળશે તેવું કહી બેભાન કરવાનું ઇન્જેક્શન સાથે લાવવા જણાવી બોલાવ્યા હતા. વિકાસ અને રણજીતને દસ દિવસ પહેલા અમદાવાદની હોટલમાં આશરો આપ્યો હતો. જે બાદ યુવરાજસિંહ દર રવિવારે મંદિરે દર્શન કરવા જતો હોવાનો માલુમ પડતા તેની રેકી કરવામાં આવી હતી. બાદમાં ચારેય આરોપીઓએ ભેગા મળી સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપવો તેનો પ્લાન બનાવ્યો હતો, જે બાદ ભરત ચુડાસમા સિવાયના ત્રણેય આરોપીઓએ ભેગા મળી પરબડી રોડ પર યુવરાજસિંહ નીકળતા હતા ત્યારે લિફ્ટ આપવાનું કહી તેમની ગાડીમાં પ્રવેશ્યા હતા અને તેમને બેભાન થવાનું ઇન્જેક્શન આપ્યું હતું, પરંતુ યુવરાજસિંહ બેભાન નહીં થતાં આરોપીઓએ ભરતને ફોન દ્વારા જાણ કરી હતી અને ભરત તાત્કાલિક દુકાનમાંથી સેલોટેપ તેમજ લૂંગી ખરીદી ત્રણેય આરોપીઓ પાસે પહોંચ્યો હતો અને યુવરાજસિંહને હાથ પગ તેમજ મોઢે સેલોટેપ અને લૂંગીથી બાંધી દીધા હતા. જોકે યુવરાજસિંહ બેભાન ન થતા ચારેય આરોપીઓએ કારમાં રહેલા 50000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.

અપહરણ બાદ શું હતો પ્લાન?

પોલીસ દ્વારા આરોપીઓને વધુ પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ચારે આરોપીઓએ યુવરાજસિંહ અપહરણ કરી જે બાદ તેના પિતા પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જોકે યુવરાજસિંહ તાત્કાલિક બેભાન નહીં થતા આ પ્લાન નિષ્ફળ ગયો હતો. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી સુમિત વિરુદ્ધ આગ્રામાં બળાત્કારનો એક કેસ નોંધાયો હતો જેમાં તે જેલની સજા પણ કાપી ચૂક્યો છે. હાલ તો પોલીસે યુવરાજસિંહની ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે વધુ એક આરોપી રણજીત પોલીસ પકડથી દૂર છે. મહત્વનું છે કે જે રીતે અમદાવાદના લીલાપુરનો આ કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકની રિલસનાં આધારે તેં પૈસાદાર હોવાનું અનુમાન લગડી તેનું અપહરણ અને ખંડણી જેવી ઘટનાને અંજામ આપ્યો ત્યારે આ કિસ્સો અન્ય યુવકો માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:05 pm, Fri, 2 August 24

Next Article