Video : મોંઘો પડ્યો મોહ, આખરે આટલા બધા ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા કેવી રીતે? જાણો તેમના પરિવાર પાસેથી

ગેરકાયદે પ્રવાસીઓને લઈ એક વિમાન અમૃતસર પહોંચ્યું, જેમાં 33 ગુજરાતીઓ સહિત કુલ 205 ભારતીયો હતા. આ પરત ફરનારાં તમામ લોકોની યાદી TV9 પાસે ઉપલબ્ધ છે. TV9ના સર્ચ ઓપરેશનમાં આ ઘટના ચોંકાવનારી બની છે, જેમાં મહેસાણા અને ગાંધીનગરના પ્રવાસીઓ સૌથી વધુ હતા. અમૃતસરમાં આ ગુજરાતી પ્રવાસીઓની વધુ તપાસ કરવામાં આવશે, અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. ગુરુવારે, આ પ્રવાસીઓ ગુજરાત પરત ફરશે.

Video : મોંઘો પડ્યો મોહ, આખરે આટલા બધા ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા કેવી રીતે? જાણો તેમના પરિવાર પાસેથી
| Edited By: | Updated on: Feb 05, 2025 | 9:00 PM

અમેરિકાથી ગેરકાયદે પ્રવાસન માટે ગયેલા અને ત્યાંથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને અમૃતસર પહોંચ્યા છે, જેમાં 33 ગુજરાતી નાગરિકોનો સમાવેશ થાય છે. અમેરિકન ઈમિગ્રેશન નીતિ કડક થતા અને ગેરકાયદે સ્થળાંતર વિરુદ્ધની કાર્યવાહીનો ભાગ રૂપે, આ પ્રવાસીઓને ભારત પરત મોકલવામાં આવ્યા છે.

અમૃતસરના એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગ દ્વારા તેમની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં તેમના પ્રવાસ અને રહેવા અંગેની વિગતો મેળવવામાં આવશે. વધુમાં, આ પ્રવાસીઓની પૂછપરછ બાદ, ગુજરાતના 33 નાગરિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાની કાર્યવાહી હાથ ધરાશે. ગુરુવારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જ્યાં વધુ તપાસ બાદ તેમના વતન માટે રવાના કરવામાં આવશે.

અમેરિકન ડ્રિમ્સ ચકનાચૂર – કેટલા ગુજરાતીઓ ફરશે પરત?

  • મહેસાણા: 12
  • ગાંધીનગર: 12
  • સુરત: 4
  • અમદાવાદ: 2
  • વડોદરા, ખેડા, પાટણ: 1-1

પરત ફરનારા 33 ગુજરાતીઓની યાદી ઉંમર સાથે

મહેસાણા (12)

  • જયેન્દ્રસિંહ વિહોલ,29
  • હિરલ વિહોલ, 24
  • પીન્ટુકુમાર પ્રજાપતિ, 40
  • શિવાની ગોસ્વામી, 27
  • નિકીતા પટેલ, 29
  • એષા પટેલ, 24
  • બીના રામી, 36
  • જયેશ રામી, 36
  • ધ્રુવગીરી ગોસ્વામી, 9
  • હેમલ ગોસ્વામી, 6
  • હાર્દિકગીરી ગોસ્વામી, 30
  • હિમાની ગોસ્વામી, 28

ગાંધીનગર (12)

  • કેતુલ દરજી 27
  • પ્રેક્ષા પ્રજાપતિ 20
  • બલદેવ ચૌધરી 40
  • રૂચિ ચૌધરી 25
  • જીવણજી ગોહિલ 36
  • માયરા પટેલ 7
  • રિશીતા પટેલ 35
  • કરણસિંહ ગોહિલ 34
  • મિત્તલ ગોહિલ 27
  • હેયાનસિંહ ગોહિલ 4
  • એન્જલ ઝાલા 11
  • માહી ઝાલા 11

સુરત (4)

  • એની પટેલ 17
  • કેતુલ પટેલ 41
  • મંત્ર પટેલ 12
  • કિરણ પટેલ 39

અમદાવાદ (2)

  • અરૂણા ઝાલા 35
  • જિજ્ઞેશકુમાર ઝાલા 38

અન્ય જિલ્લાઓ (1-1)

  • પાટણ: સતવંતસિંહ રાજપૂત 40
  • વડોદરા: ખુશ્બુ પટેલ 30
  • ખેડા: સ્મિત પટેલ 24

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં વડોદરાની એક મહિલાનો સમાવેશ થયો છે. પરત ફરેલીની યાદીમાં પાદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ નામની મહિલાનું નામ છે. એક વર્ષ પહેલાં તેમની આદિષ્ઠિતીથી લગ્ન થયા હતા, અને મહિલાનો પતિ તથા પરિવાર 15 વર્ષથી અમેરિકામાં રહેતા હોવાનો દાવો કરાયો છે. આ મહિલા એક વર્ષ પહેલાં જ અમેરિકા માટે વિઝાની ફાઈલ પિછાડી હતી. હાલમાં, મહિલાની હાલત અને સ્થળ વિશે પિયરના કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી, અને છેલ્લાં 15 દિવસથી પરિવારજનોનો સંપર્ક પણ નથી થઈ રહ્યો.

 

Published On - 8:59 pm, Wed, 5 February 25