Gujarat High Court: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં ફરી થઈ સુનાવણી, ગ્રાઉન્ડ લેવલે નક્કર કામગીરી કરવા કોર્ટની ટકોર

|

Sep 15, 2022 | 6:49 PM

Gujarat High Court: રાજ્યમાં વિકરાળ બનેલી રખડતા ઢોરની સમસ્યા સામે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી મુદ્દે સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નક્કર કામગીરી કરવા અને યોગ્ય કામગીરી ન થાય તેવી સંજોગોમાં જિલ્લા કલેક્ટરને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવાશે તેમ જણાવ્યુ છે.

Gujarat High Court: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં ફરી થઈ સુનાવણી, ગ્રાઉન્ડ લેવલે નક્કર કામગીરી કરવા કોર્ટની ટકોર
ગુજરાત હાઈકોર્ટ

Follow us on

રખડતા ઢોર (Stray Cattle) મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટ (High Court)માં રાજ્ય સરકારે તેમનો જવાબ રજૂ કર્યો હતો. રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટ સ્પોટ પર સીસીટીવી (CCTV) કેમેરા મુકવામાં આવશે, જેના પરથી ઢોરની ગતિવિધિ પર નજર રહેશે. તેમ રાજ્ય સરકારે તેમના નિવેદનમાં જણાવ્યુ છે. રખડતા ઢોરની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલગથી ટોલફ્રી નંબર પણ જાહેર કરશે. આ તરફ હાઈકોર્ટે ટકોર કરી છે કે સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી ગઈ છે. જમીની હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી તેવુ પણ હાઈકોર્ટે કહ્યુ છે.

યોગ્ય કામગીરી ન થાય તેવા સંજોગોમાં જે તે જિલ્લા કલેક્ટરને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવાશે. રખડતા ઢોરના કારણે થયેલા અકસ્માત કે મોત માટે ઢોર માલિકો, કોર્પોરેશન અને રાજ્ય સરકાર બરાબર રીતે જવાબદાર હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યુ અને ભોગ બનનારને કેવી રીતે વળતર ચુકવાશે તે અંગે સરકારને આગામી મુદ્દત સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર આપવુ જોઈએ: અરજદાર

અરજદારે કોર્ટમાં જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદમાં જ રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો મળી છે. કોર્પોરેશન મોટા ભાગની ફરિયાદો પર કાર્યવાહી કર્યા વિના જ ફરિયાદોનો નિકાલ કરી દે છે. રખડતા ઢોર પકડ્યા વિના જ ફરિયાદ બંધ કરી દેવાય છે તેમ પણ અરજદારે જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે રાજ્યમાં દિવસે દિવસે રખડતા ઢોરના ત્રાસથી લોકોના મૃત્યુ અને ઈજાઓના કિસ્સા વધી રહ્યા છે. મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને વળતર અપાવવુ જોઈએ.

છેલ્લા ઘણા સમયથી માઝા મુકેલી રખડતા ઢોરની સમસ્યા કોઈ એક શહેર પૂરતી મર્યાદિત ન રહેતા હવે સમગ્ર રાજ્યની સમસ્યા બની ગઈ છે. રખડતા ઢોરની અડફેટે આવતા રાજ્યમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તેમજ કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજી મુદ્દે સુનાવણી થઈ હતી. આ અંગે હવે આગામી સુનાવણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં થશે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા-અમદાવાદ

Next Article