Gujarat માં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

|

Sep 26, 2021 | 7:46 AM

હવામાન વિભાગે ગુજરાતમાં તારીખ 29 અને 30 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે .જેમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..

ગુજરાતમાં(Gujarat)આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain) હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે. જેમાં રવિવાર અને સોમવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં હવામાન વિભાગે ભાર વરસાદની આગાહી કરી છે.

જ્યારે તારીખ 29 અને 30 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..આમ ભાદરવો ભરપૂર હોય તેમ હજુ પણ રાજ્યમાં મેઘ મહેર જોવા મળી શકે છે.મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને હવે માત્ર 19 ટકા વરસાદની જ ઘટ છે.

આ ઉપરાંત જો આપણે રાજ્યના પડેલા 81. 34 ટકા વરસાદની ઝોન વાઇસ સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 97.70 , ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાત 73. 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81. 34 ટકા વરસાદ નોંધાયો છે.

નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે.

આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જણાવાયુ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના 207 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નીગ ૫ર-13 જળાશય છે.

આ પણ વાંચો : ભાવનગર મહુવા નજીક અકસ્માતમાં બેનાં મોત, મોટર સાયકલ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

આ પણ વાંચો : Vadodara માં હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસમાં યુવતીએ ચોંકાવનારા ખુલાસા કર્યા

Next Video