Ahmedabad: આકરી ગરમીના પ્રકોપ બાદ વરસાદની આગાહી, બેવડી ઋતુને પગલે AMCની કેવી છે તૈયારી, જુઓ Video

રાજ્યમાં હવામાન વિભાગે વધુ ચાલુ વર્ષે રેકોર્ડ ગરમીની આગાહી કરી છે. ત્યારે હિટવેવની આગાહીને પગલે AMCનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. અમદાવાદના તમામ હેલ્થ સેન્ટરોના સ્ટાફને ORS સહિતની જરૂરી દવા, સાધનો આપવામાં આવ્યા છે.

Ahmedabad: આકરી ગરમીના પ્રકોપ બાદ વરસાદની આગાહી, બેવડી ઋતુને પગલે AMCની કેવી છે તૈયારી, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 11:51 PM

રાજ્યમાં હવામાન વિભાગે હિટ વેવની આગાહી કરી છે 2 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. 48 કલાક રાજ્યના કેટલાક ભાગમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, ભુજ અને અમરેલી જિલ્લામાં હિટવેવ રહેશે અને 13થી 15 માર્ચ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે

બેવડી ઋતુના માર વચ્ચે કોર્પોરેશનનું તંત્ર સતર્ક

આમ રાજ્યમાં થોડા દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. કાળઝાળ ગરમી બાદ આગામી 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે AMCનું તંત્ર સતર્ક બન્યું છે.

રાજ્યમાં હવામાન વિભાગે વધુ ચાલુ વર્ષે રેકોર્ડ ગરમીની આગાહી કરી છે. ત્યારે હિટવેવની આગાહીને પગલે AMCનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. અમદાવાદના તમામ હેલ્થ સેન્ટરોના સ્ટાફને ORS સહિતની જરૂરી દવા, સાધનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પર્યાપ્ત માત્રામાં આઈસપેડ રાખવા સૂચના આપવામાં આવી છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકનો ભોગ બનનારા લોકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અલાયદો વોર્ડ પણ બનાવવામાં આવશે

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

આકરી ગરમી બાદ કમોસમી વરસાદનો માર

રાજ્યના નાગરિકો બેવડી ઋતુનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે કેટલાક શહેરોમાં જ્યાં 5 ડિગ્રી કરતા વધુ પારો ઉપર જઇ શકે છે.તો બીજી તરફ કાળઝાળ ગરમી બાદ આગામી 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તરફ વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા-સાબરકાંઠા-અમરેલી, કચ્છ તરફ પણ વરસાદ રહી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને લઈને એડવાઇઝરી જાહેર કરી છે. ખેડૂતે ખેતરમાં પાણી પીવડાવવા અને અન્ય ખેતી લક્ષી બાબતોમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તે જણાવવામાં આવ્યુ છે. હાલમાં કેરી, ઉનાળુ મગફળી, જુવાર અને બાજરીની સિઝન છે. આ બાબતે ખેતી  વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">