ઉનાળાની શરુઆતમાં જ ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રાજ્યનાં 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.

ઉનાળાની શરુઆતમાં જ ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, રાજ્યનાં 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:48 AM

ગુજરાત (Gujarat)માં માર્ચ મહિનામાં જ આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. માર્ચ મહિનામાં પડેલી ગરમી (Heat)એ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે.

ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ

રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 10 વર્ષમાં પહેલીવાર 15 માર્ચ પહેલા ગરમી 40 ડિગ્રીને પાર થઈ ગઈ છે. સોમવારે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ડીસા, રાજકોટ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ-સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજુ ફરી વ‌ળ્યું છે. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હિટવેવથી ગરમી વધુ 2 ડિગ્રી વધવાની વકી છે.

સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 4.6 ડિગ્રી વધીને 40.2 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 20.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં હીટવેવને કારણે ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

દરિયાકિનારાના વિસ્તારોમાં હીટવેવની  આગાહી

સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવાર પહેલા જ ગરમીએ માઝા મુકી છે. આકરો ઉનાળો રંગના રસિયાઓની હોળી બગાડી પણ શકે છે. બીજી તરફ ગરમીનું પ્રમાણ વધતા રાજ્યમાં ઝાડા-ઉલ્ટી સહિતની બીમારીના કેસ પણ વધવાની સંભાવના છે. ત્યારે હવામાન વિભાગે ગરમીની કરેલી આગાહીના પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે.

આ પણ વાંચો-

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન, કોરોના બાદ ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હતું, ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

આ પણ વાંચો-

Gandhinagar: કલોલ રોગચાળા મુદ્દે અમિત શાહની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ, રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજશે

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">