રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શરૂ, AMCની દલીલ પર હાઇકોર્ટે પૂછ્યું શું રસ્તા પર હાલ એક પણ રખડતાં ઢોર નથી?

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે એસો. તરફથી પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી આ સમસ્યા વિકરાળ બની છે.

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શરૂ, AMCની દલીલ પર હાઇકોર્ટે પૂછ્યું શું રસ્તા પર હાલ એક પણ રખડતાં ઢોર નથી?
Gujarat High Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 4:32 PM

રાજ્યમાં રખડતા ઢોરના (Stray cattle) મુદ્દે હાઇકોર્ટે (High Court) આકરુ વલણ દર્શાવ્યુ છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે પગલા લે તેવી ટકોર કરી હતી. હાઇકોર્ટે સરકારને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ઠોસ નિર્ણય લેવા ટકોર કરી હતી. જો ન લેવાય તો કોર્ટ જ આકરો હુકમ કરશે તેવું જણાવ્યુ હતું. જેને લઈ હાલ હાઇકોર્ટમાં ફરી સુનાવણી શરુ થઈ છે. મહત્વનું છે કે, સુરતમાં રખડતા ઢોરના ત્રાસના કારણે એક વ્યક્તિના થયેલા મૃત્યુની ગંભીર નોંધ લેતા જણાવ્યુ હતું કે, રખડતા ઢોરના કારણે કોઇનો જીવ જવો જોઇએ નહી, અથવા તો કોઇને ઇજા પણ થવી જોઇએ નહી.

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. રખડતાં ઢોર મામલે હાઇકોર્ટે એસો. તરફથી પણ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી આ સમસ્યા વિકરાળ બની છે. અનેક દાવાઓ કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોર્ટે એડવોકેટ એસોશિયેશનને સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે. કોર્ટમાં AMC તરફથી કરવામાં આવતી દલીલ સમયે હાઇકોર્ટે પૂછ્યું કે, શું રસ્તા પર હાલ એક પણ રખડતાં ઢોર નથી? તમે શા માટે ઢોરને પકડતા નથી?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">