Gujarati Video: 16 અને 17 માર્ચે રાજ્યમાં પડી શકે છે વધુ વરસાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:07 PM

Gujarat Weather News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 16 અને 17 માર્ચે વધુ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન આગાહી કરી છે. રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે ગીર સોમનાથ, દાહોદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હજુ તો માવઠાંના મારમાંથી ખેડૂતો ઉભર્યા પણ નથી ત્યાં ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમા 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. કઈ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, તેના પર નજર કરીએ તો.. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.  જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવી પાકની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠુ થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: 10 હજારથી વધુ ખેડૂતોનો કાફલો મુંબઈમાં કરશે વિરોધ પ્રદર્શન, શિંદે સરકારની વધી ચિંતા