ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ, હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી
ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી વેન્ડર એસોસિએશને રાજ્યમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માગ કરી છે.
ગુજરાતમાં (Gujarat) લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને(Street Vendor)પડી રહેલી મુશ્કેલીને લઈને એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના(Highcourt) દ્વાર ખખડાવ્યા છે. જેમાં એસોસિએશને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાજ્યમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ ( Street Vendors Act) લાગુ કરવાની માગ કરી છે.
આ અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, કોઈપણ પ્રકારના સર્ક્યુલર વિના સ્વ-રોજગારી કરતા અને સંવૈધાનિક હક ધરાવતા લોકોના હક્ક છીનવી શકાય નહીં,
રાજ્ય સરકાર આ નિર્ણયથી અનેક લારી-ગલ્લા પર નિર્ભર રોજમદારો બેરોજગાર થયા છે.હાઈકોર્ટમાં દાખલ અરજીમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં નોનવેજની લારીઓ ઉપર લેવાયેલા પગલાં અંગે પણ ઉલ્લેખ કરાયો છે.અરજદારે તંત્ર દ્વારા તાજેતરમાં જે લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા તે તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી છે.
આ પણ વાંચો : જામનગરના દિપક ત્રિવેદીએ અંગદાન કરી 6 લોકોને જીવન આપ્યું, માતાએ કહ્યું, “મારા દીકરાએ બીજા લોકો માટે જ જન્મ લીધો હતો”
આ પણ વાંચો : ડ્રગ્સ બાદ હવે અમદાવાદમાં ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો ઝડપાયો, જાણો શું છે આ ટ્રામાડોલ?
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
