Gujarat : ફરી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે બે દિવસ ઠંડી વધવાની આગાહી કરી

| Edited By: | Updated on: Feb 03, 2022 | 6:55 PM

છેલ્લા 3-4 દિવસથી રાજયમાં ઠંડીમાંથી આંશિક રાહત મળ્યા બાદ ફરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી રાજયમાં ઠંડીનું જોર નહિવત જોવા મળ્યું હતું. ત્યારે ફરી રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાના સંકેત આપ્યા છે.

Gujarat :  ઠંડી માટે તૈયાર રહેજો. કારણ કે આગામી બે દિવસ ઠંડી (COLD) વધવાની છે. હવામાન વિભાગે (Meteorological Department)આગાહી (Forecast) કરી છે કે આગામી બે દિવસ ઠંડીમાં વધારો થશે. બે દિવસ બાદ ફરીથી ઠંડીમાં ઘટાડો થશે. હવામાન વિભાગ પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbances)અસરના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની ગતિ સામાન્ય રહેશે. હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી નથી.

નોંધનીય છેકે છેલ્લા 3-4 દિવસથી રાજયમાં ઠંડીમાંથી આંશિક રાહત મળ્યા બાદ ફરી ઠંડીની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી રાજયમાં ઠંડીનું જોર નહિવત જોવા મળ્યું હતું. ત્યારે ફરી રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાના સંકેત આપ્યા છે. રાજ્યમાં 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.

હવામાન વૈજ્ઞાનિક મનોરમાં મોહંતિના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનો પારો 4થી 5 ડિગ્રી સુધી એટલે કે 1, 2 અને 3 ફેબ્રુઆરી સુધી ઠંડી ઓછી પડશે જે બાદ વધશે. 2 ફેબ્રુઆરીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. લગભગ 40થી 50ની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને આગામી 2 તારીખે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. પણ 5 ફેબ્રુઆરી પછી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા તાપમાન વધશે તેવુ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે 100 મહિલાઓના વિનામૂલ્યે ચેકઅપ કરાશે, દેશમાં કેન્સરના 20 મહિલા દર્દીમાંથી 1ને સ્તન કેન્સર

આ પણ વાંચો : Surat : અધૂરા માસે જન્મેલી બે જોડિયા બાળકીઓએ કોરોનાને આપી માત, 28 દિવસની મેરેથોન સારવાર બાદ રજા અપાઈ

Published on: Feb 03, 2022 06:47 PM