ગુજરાતમાં એસ.ટી.કર્મચારીઓની આજ મધરાતથી હડતાળ પર જવાની ચીમકી, 8 હજાર એસ.ટી. બસના પૈડાં થંભી જશે

ગુજરાતમાં એસ.ટી.કર્મચારીઓની આજ મધરાતથી હડતાળ પર જવાની ચીમકી, 8 હજાર એસ.ટી. બસના પૈડાં થંભી જશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 5:03 PM

ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલ માટે સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ પર જશે.

ગુજરાતમાં(Gujarat)21 ઓક્ટોબરથી એસટી કર્મચારીઓ(ST Employees)પડતર માગોને(Demand)લઈ હડતાળ(Strike)પર ઉતરવા જઈ રહ્યા છે. ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલ માટે સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ(Mass CL)પર જશે. આજ મધરાતથી આ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

જો એસટી કર્મચારીઓ હડતાળ કરશે તો 8 હજાર જેટલી બસો 21ઓક્ટોબરથી થંભી જશે અને તેને કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.ખાસ તો જ્યારે તહેવારો નજીક છે તેવા સમયે બસો ફરતી અટકી જાય તો લોકોએ પોતાના વતન કે બહાર જવાનું આયોજન વિખરાઈ જાય એમ છે.

જેમાં પડતર માંગણીઓમાં સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-૪ ના કર્મચારીને વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ એકસ ગ્રેશિયા બોનસ તાત્કાલિક ચૂકવી આપવું, સેટલમેન્ટ કરાર મુજબ સાતમા પગારપંચની અમલવારીથી ચૂકવવાપાત્ર થતો ઓવરટાઇમ પાછલી અસરથી તાત્કાલિક ચૂકવવા, હક્ક રજાનું રોકડમાં ચૂકવણું, નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતાઓ દૂર કરી પગારપંચમાં સંકલન સમિતિ દ્વારા માગેલ પે સ્કેલનો અમલ કરી ચૂકવણું કરવું, નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભ સત્વરે ચૂકવવા

આ ઉપરાંત તા.૫-૭-૨૦૧૧ પહેલા ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિતો દ્વારા નોકરીની માગણી કરી છે તેમની માગણી મુજબ જરૂર પડે તો કક્ષા બદલી કરીને પણ નોકરી આપવાનો નિર્ણય તાત્કાલિક કરવો તેમજ ડ્રાઇવર, કંડકટર, મીકેનીક કક્ષાના કર્મચારીઓને ભરતી બઢતીમાં સી.સી.સી. પ્રમાણપત્રની જરૂરિયાતની જોગવાઇ તાત્કાલિક દૂર કરવી

જ્યારે ફિકસ પગાર કર્મચારીના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારોને ઠરાવ મુજબ રૂા.૪ લાખનો આર્થિક પેકેજનો લાભ આપવો સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.

આ પણ  વાંચો : ગુજરાતના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, હવે લાંચિયા કર્મચારીઓની ખેર નથી

આ પણ વાંચો : અમદાવાદથી કેવડીયા સુધીની સી-પ્લેન સેવા આ મહિના સુધી શરૂ થવાની શક્યતા

Published on: Oct 20, 2021 04:58 PM
g clip-path="url(#clip0_868_265)">