રાજ્યના વકીલ આલમ દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધ મામલે હડતાળ યથાવત્, લેખિત બાંહેધરી આપવાની માગ પર અડગ- Video

ગુજરાતમાં ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં વકીલોની હડતાળ યથાવત્ છે. વકીલ આલમ સરકાર પાસેથી વિધેયક પરત ખેંચવા માટે લેખિત બાંયધરીની માંગ કરી રહી છે. સરકાર સાથે આજે સાંજે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. હડતાળ મુદ્દે વકીલોમાં આંતરિક મતભેદ અને અસંમજસની સ્થિતિ પણ સામે આવી છે.

રાજ્યના વકીલ આલમ દ્વારા ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધ મામલે હડતાળ યથાવત્, લેખિત બાંહેધરી આપવાની માગ પર અડગ- Video
| Edited By: | Updated on: Oct 06, 2026 | 6:29 PM

ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ યથાવત છે. આ વિધેયકની હોળી કરી વકીલોએ વિરોધ નોંધાવ્ય હતો. આ સાથે આંદોલનના ભાગરૂપે વિશાળ બાઈક રેલી પણ યોજી હતી. જો કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠક અનિર્ણિત રહેતા હવે આજે સાંજે 6 કલાક સરકાર સાથે બેઠક મળવાની છે. ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. જો કે વકીલોમાં પણ હડતાળ મુદ્દે બેઠકમાં એકસૂત્રતા જોવા ન મળતા બેઠક પહેલા વકીલોમાં જ અંદરો અંદર વિરોધ થવાની શક્યતા દેખાઈ રહી છે. સિનિયર અને જુનિયર વકીલો વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. જ્યારે આંદોલન અને હડતાળ કરવાની હતી ત્યારે જુનિયર વકીલ અને હવે સરકાર સાથે વાતચીતમાં માત્ર સિનિયર વકીલો કેમ ? તેવા સવાલ અંદરખાનેથી ઉઠવાના શરૂ થયા છે. હવે જ્યારે સરકાર સાથે બેઠક થાય ત્યારે જુનિયર વકીલોને પણ સાથે રાખવા માગ થઈ રહી છે. જુનિયર વકીલો સંબંધિત મામલે સિનિયર વકીલોને રજૂઆત કરી શકે છે.

હડતાળ અંગે સર્જાઈ અસંમજસની સ્થિતિ?

એક તરફ સરકાર વકીલોની અચોક્કસ મુદ્દત સુધીની હડતાળ સમેટી લેવડાવવાના પ્રયાસો કરી રહી હતી અને નવુ ભાડા વિધેયક પણ પરત લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ સરકાર તરફથી કોઈ અધિકારી સામે આવતા નથી કે સત્તાવાર નિવેદન આપી જાહેરાત કરાતી નથી. બીજી તરફ જો વિવાદિત વિધેયક પરત ખેંચાઈ જાય અને વકીલોની માગણી સંતોષાઈ ગઈ હોય તો વકીલોએ હડતાળ સમેટી લેવી કે નહીં તે અંગે ગુજરાત બાર કાઉન્સિલ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી ન હતી. જેના કારણે ભારે વિવાદની સાથે વકીલોમાં અસંમજસની સ્થિતિ સર્જાયેલી જોવા મળી હતી.

મહત્વનું છે કે ગુજરાત ભાડા વિધેયક 2026 વિરોધમાં સિટી સિવિલ કોર્ટ બહાર ભાડા વિધેયકનું દહન કરાયું હતું. જે બાદ સરકાર સાથેની મંત્રણા અંગેના મુદ્દાઓ પર વિચારણા હાથ ધરાઈ રહી છે. આજે સાંજે 6 વાગ્યે ફરીવાર વકીલોની સરકાર સાથે મંત્રણા થશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠક પહેલા BCGના સભ્ય દીપેન દવેએ એડવોકેટ જનરલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હતુ.. તેમણે કહ્યું કે વકીલોને લોલીપોપ નહીં પરંતુ લેખિત બાહેધરી સરકાર તરફથી જોઈએ છે. સરકારે નિવેદન આપવા માટે એડવોકેટ જનરલને ઓથરાઈઝ કર્યા નથી એટલે તેમને એડવોકેટ જનરલની વાત પર વિશ્વાસ નથી.

સચિવાલયમાં સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક, કમિટી રચવા અંગે પણ ચર્ચા

ગુજરાત સરકારે ગુજરાત ભાડા વિધેયક 2026 ની વિવિધ જોગવાઈઓ અંગે વકીલ આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા અને રજૂઆતો પ્રત્યે એક બેઠક બોલાવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહિત અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશન સહિત સંબંધિત બાર એસોસિએશનના પ્રતિનિધિ અને કાયદા વિભાગ, શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. જેમા બાર એસોસિએશન દ્વારા રેઝ કરવામાં આવેલી ચિંતાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે, ઉપરાંત એક કમિટીની પણ રચના કરવામાં આવશે જે વકીલોના મંતવ્ય અને સૂચનો એકત્રિત કરવાનું કામ કરશે.

Input Credit- Ronak Varma-Ahmedabad

પેટ્રોલની કમાણીમાંથી સામ્રાજ્ય ખડુ કરનારનું સાઉદી અરબ આજે  હુતીઓના હાથે એકલુ માર ખાવા મજબુર, કોઈ મુસ્લિમ દેશ મદદ કરવા તૈયાર નથી- વાંચો

 

Published On - 5:39 pm, Tue, 6 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.