દેશમાં ઓરીના કારણે મોત મામલે ગુજરાત બીજા નંબરે, લોકસભામાં રજૂ કરાયા ઓરીના કેસ અને મોતના આંકડા
ગુજરાતમાં વધતા જતા ઓરી (Measles) અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.

રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો રોગચાળો વકર્યો છે. લોકસભામાં રજૂ કરાયેલા ઓરીના આંકડા પ્રમાણે મોતની દ્રષ્ટીએ ગુજરાત બીજા નંબરે અને કેસની દ્રષ્ટીએ ગુજરાત ત્રીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 જિલ્લા અને 3 મહાનગરોમાં ઓરીના કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓરીના 810 કન્ફર્મ અને 4 હજાર 183 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કન્ફર્મ કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 457, સુરત શહેરમાં 86 અને અન્ય જિલ્લાઓમાં 267 કેસ નોંધાયા છે.. અત્યાર સુધી 5.29 લાખ બાળકોને રસી આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગે સાવચેતીરુપ પગલા હાથ ધર્યા
ગુજરાતમાં વધતા જતા ઓરી અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.. આમ આરોગ્ય વિભાગે આ વખતે રોગ વધે નહીં તેની તકેદારી પણ શરૂ કરી છે.સાવચેતીના પગલા સાથે તંત્રએ નાગરિકોને અપીલ પણ કરી છે કે આ રોગ રસીથી જ દૂર થશે માટે વાલી બાળકોને રસી અપાવે.. અધિકારીઓનું કહેવું છે કે બાળકોને તાવ આવે, દાણા નીકળે તો તાત્કાલીક તેની તપાસ કરી સારવાર કરાવે એ જરૂરી છે. આ સાથે જ આ રોગ ચેપી હોવાથી બાળકને આઇસોલેશનમાં રાખવાની પણ સલાહ અપાઈ છે.
ઓરી-અછબડાના લક્ષણો અને ઉપાય
અછબડા વાયરલ ચેપી રોગ છે. આ રોગ મોટાભાગે છ માસથી આઠ વર્ષના બાળકોને થાય છે. દર્દીની ઉંમર વધારે હોય તો ત્રાસ વધારે આપે છે. પુખ્ત ઉંમરનાને થાય તો દાહ અને પીડાથી ત્રાસી જાય છે. એક વખત થયા પછી બીજી વખત થતો નથી. શરૂઆતમાં તાવ આવે છે, કોઇને નથી પણ આવતો. આ રોગમાં સાધારણ શરદી પણ હોય છે…બે દિવસ પછી સફેદ મોતી જેવા ફોલ્લા શરીર અને ચહેરા પર જોવા મળે, તો હળવો તાવ, માથાનો દુ:ખાવો નબળાઇ પણ જોવા મળે છે. બીજે કે ત્રીજે દિવસે પાણી ભર્યું હોય એવા મોતી જેવડા ફોલ્લા જોવા મળતા હોય છે. ઓરી અછબડાથી ડરવાની જોકે જરૂર નથી તેમાં થોડી કાળજી અને યોગ્ય સારવાર લેવામાં આવે તો રોગ મટી જાય છે.