Gujarat : કોરોનાના કેસમાં આંશિક વધારો, રાજ્યમાં નવા 16 કેસ સાથે એકનું મોત

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે બે સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:58 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક વધારો, થોડીક ચિંતા વધી

રાજ્યમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે બે સપ્તાહ બાદ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદ, સુરત, વડોદરામાં 4-4 કેસ નોંધાયા. તો ભાવનગરમાં 3 કેસ નોંધાયા. જ્યારે 24 કલાકમાં રાજ્યના 30 જિલ્લા અને 5 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 5 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 149 થઇ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5.25 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 53 હજાર 611 લોકોને રસી અપાઇ. તો વડોદરામાં 33 હજાર 953 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે સુરતમાં 27 હજાર 204, અને રાજકોટમાં 30 હજાર 645 લોકોને રસી અપાઇ. જ્યારે બનાસકાંઠામાં 30 હજાર 995 અને દાહોદમાં 30 હજાર 556 લોકોનું રસીકરણ કરાયું. આમ રાજ્યમાં હવે કુલ 4 કરોડ 82 લાખ 68 હજારનું રસીકરણ પૂર્ણ થયું છે.

કેરળમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 29 હજાર 322 કેસ નોંધાયા છે. જ્યારે 131 લોકોનાં મોત થયા છે.. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે..દેશમાં કોરોનાના 42 હજાર 346 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 340 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 40 હજાર 256 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.99 લાખથી વધુ સક્રિય કેસ છે.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">