ગુજરાતમાં હજુ ચોમાસા માટે જોવી પડશે રાહ, 23 થી 26 જૂન વચ્ચે થઈ શકે છે મેઘરાજાનું આગમન

રાજ્યમાં ચોમાસાને લઇને માઠા સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે. સામાન્ય રીતે 15 જૂન બાદ ક્યારે પણ ચોમાસું આવી શકે છે. જો કે હવે એવી શકયતાઓ છે કે ચોમાસું 23થી 26 જૂન વચ્ચે જ ગુજરાતમાં આપશે દસ્તક. આમ પણ આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે. વરસાદ માત્ર 90 ટકા થાય તેવી શકયતાઓ છે. ત્યારે જુઓ...ચોમાસું કેવી રીતે વધારી શકે છે ધરતીપુત્રોની ચિંતા

ગુજરાતમાં હજુ ચોમાસા માટે જોવી પડશે રાહ, 23 થી 26 જૂન વચ્ચે થઈ શકે છે મેઘરાજાનું આગમન
| Edited By: | Updated on: Jun 14, 2026 | 9:53 PM

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની પધરામણી થઇ જાય છે. જો કે આ વર્ષે નબળા ચોમાસાની આગાહી છે. એટલું જ નહીં માત્ર 90 ટકા કે તેનાથી પણ ઓછો વરસાદ થઇ શકે છે. હજુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટિના વરસાદમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે. છેલ્લા 8 જૂનથી ચોમાસએ કોઇ પ્રગતિ કરી નથી. ચોમાસું અટકી ગયું છે.

ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટા ભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એક વાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.ઉપરાંત 14 જૂનના રોજ પણ સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. 15 જૂનની આગાહી પ્રમાણે, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે…એ બાદ આગામી 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ચોમાસું ગઈ કાલે આગળ વધ્યું છે, પરંતુ અરબી સમુદ્રની બ્રાન્ચ ખાસ આગળ નથી વધી. આ બ્રાન્ચ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધી છે, પરંતુ એના પછી આગળ વધી નથી.

મુંબઈમાં પણ ચોમાસું તેના આગમનની તારીખ ચૂકી ગયું છે, એટલે કે મુંબઈમાં પણ ચોમાસું હજુ મોડું પહોંચશે, તેથી ગુજરાતમાં પણ મોડું પહોચશે. ગુજરાતમાં 23-30 જૂન સુધીના ગાળામાં સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધુ તો ઘણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. આમ, હાલ 23 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતની આસપાસ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના કોપીરાઈટ મુદ્દે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ઉતર્યો મેદાને, કાયદાકીય લડવાની ઉચ્ચારી ચીમકી- Video

Follow Us