જાણો કોની પાસેથી મળી આવી ગુજરાત હાઈકોર્ટમાંથી ચોરી થયેલી 10 ફાઈલો, આ ફાઈલો ત્યાં કેવી રીતે પહોંચી તે રહસ્ય હજુ અકબંધ!
હાઇકોર્ટમાંથી 10 જેટલી ફાઈલો ચોરી થવા મામલે પોલીસે ડોલી પટેલ નામની મહિલાને પકડી છે. પોલીસે એ બાબતે તપાસ કરી રહી છે આ મહિલા પાસે હાઈકોર્ટની ફાઈલ કેવી રીતે પહોંચી. પોલીસે ડોલી પટેલને પોલીસ સ્ટેશને લાવીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. થોડા દિવસ પહેલા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં હાઇકોર્ટના એક રજિસ્ટ્રારે ફરિયાદ આપી હતી કે હાઇકોર્ટ […]
હાઇકોર્ટમાંથી 10 જેટલી ફાઈલો ચોરી થવા મામલે પોલીસે ડોલી પટેલ નામની મહિલાને પકડી છે. પોલીસે એ બાબતે તપાસ કરી રહી છે આ મહિલા પાસે હાઈકોર્ટની ફાઈલ કેવી રીતે પહોંચી. પોલીસે ડોલી પટેલને પોલીસ સ્ટેશને લાવીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
થોડા દિવસ પહેલા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં હાઇકોર્ટના એક રજિસ્ટ્રારે ફરિયાદ આપી હતી કે હાઇકોર્ટ માંથી 10 જેટલી ફાઈલો ચોરી થઈ ગઈ છે. જે અંગેની ફરિયાદ મળતા સોલા હાઇકોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. જે કેસમાં આજે સોલા હાઇકોર્ટ પોલીસે ડોલી પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે.
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
પોલીસને માહિતી મળી હતી કે વડોદરાના 6 હજાર કરોડ જમીન કેસમાં વડોદરા સીઆઇડીએ તપાસ કરી હતી. જે તપાસમાં ડોલી પટેલ પાસે સર્ચ ઓપરેશનમાં હાઇકોર્ટની કેટલીક ફાઈલો મળી આવી. જે અંગે હાઇકોર્ટમાં જાણ કરાતા હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસમાં ડોલી પટેલ નવરંગપુરામાં આવેલ રુચિ હાઉસમાં રહેતી હોવાનુ સામે આવતા પોલીસ ત્યાં પહોંચી હતી. ડોલી પટેલને પકડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવે પોલીસ એ તપાસમાં લાગી છે કે ડોલી પટેલ પાસે તે ફાઈલો ક્યાંથી આવી. હવે સવાલ એ પણ છે કે ડોલી પટેલ પાસે આ ફાઈલો રાખીને તે શું કરવા માંગતી હતી.. તેને શું ફાયદો થવાનો હતો, હાઇકોર્ટના ડોક્યુમેન્ટ્સ એ પણ કેસ ફાઇલના તેની પાસે કેવી રીતે પહોંચી ગયાં!