કોરોનાના વધતા કેસને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, કહ્યુ- કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર

|

Jun 20, 2022 | 1:19 PM

ગુજરાતમાં (Gujarat) કોરોના કેસ (Corona Cases) સતત વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 4 દિવસથી કોરોના બેવડી સદી મારી રહ્યો છે.

કોરોનાના વધતા કેસને લઈ ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી, કહ્યુ- કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર
Gujarat Highcourt (File Image)
Image Credit source: File Image

Follow us on

વર્ષ 2019થી કોરોના મહામારી (Covid 19) વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અનેક લોકો કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પણ પામે છે. ત્યારે ફરી એક વખત ગુજરાત (Gujarat) રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે સતત વધતા જતા કોરોના સંક્રમણના (Corona Case) મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે. ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

સરકાર નિયમોનો અમલ કરાવે છે ત્યારે લોકો પણ સાવચેતી રાખે: HC

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા ગુજરાત રાજ્યમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી અને તમામ લોકોને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે જણાવ્યું. એક તરફ સરકાર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવામાં આવે અને કોરોના નિયમોનું પાલન કરવામાં આવે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પણ કોરોના સંક્રમણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂરઃ HC

જુદા-જુદા કામો માટે રાજ્યની વડી અદાલતમાં આવતા લોકો અને વકીલો માટે પણ મુખ્ય ન્યાયાધિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, કોર્ટરુમ અને કોર્ટ પરિસરમાં લોકોનો જમાવડો ટાળવાની જરૂર છે. તો બીજી તરફ સરકાર પણ કોરોના પ્રોટોકોલની અમલવારી કરાવી રહી છે, ત્યારે લોકોએ પણ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે કોર્ટરૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોને હાજર રહેવાની હાલ જરૂર નહીં હોવાની પણ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા ટકોર કરવામાં આવી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે, કોરોનાને લીધે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કોરોના કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે, ત્યારે વધી રહેલા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી છે.

Next Article