રાજ્યની તમામ કોર્ટમાં A4 સાઈઝના પેપરના અમલીકરણ પર હાલ પુરતો મુકાયો સ્ટે, 31 જાન્યુ. સુધી અપાઈ રાહત- Video

ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ કોર્ટમાં A4 સાઈઝના પેપરના અમલને હાલ પુરતો મોકૂફ રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ અમલ પર 31 જાન્યુઆરી સુધીની છૂટ આપી છે. 31 જાન્યુઆરી સુધી વકીલો રાબેતામુજબ જુની પદ્ધતિ પ્રમાણે ફાઈલિંગ કરી શકશે. 

| Edited By: | Updated on: Jan 02, 2026 | 6:42 PM

ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો- કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A-4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના ગુજરાત હાઈકોર્ટના ફરમાન પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલની સૂચના મુજબ તમામ જિલ્લા અદાલતોમાં પિટિશન અપીલ અને અન્ય કાયદાકીય દસ્તાવેજો માટે A-4 સાઈઝના પેપરનો જ ઉપયોગ કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે અનેક બાર એસોસિએશન દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો હતો. આપને જણાવી દઈએ કે A-4 પેપરના ઉપયોગની સાથે સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો અને તે મુજબ, તમામ જિલ્લા અદાલતોમાં 1 જાન્યુઆરી, 2026થી અમલવારીનો આદેશ અપાયો હતો.

અત્યાર સુધી  નીચલી અદાલતોમાં લીગલ સાઈઝ, A-4 સાઈઝ સિવાય પણ મોટી સાઈઝના કાગળમાં ફાઈલિંગ કરવામાં આવતુ હતુ.  પિટિશનની મુખ્ય કોપી લેજર પેપર પર થતી હતી.  ત્યારે એકાએક હાઈકોર્ટનો પરિપત્રમાં A 4 સાઈઝના પેપરનો ઉપયોગ કરવાનો આદેશ કરાતા વકીલે આલમે નારાજગી દર્શાવી હતી.  ફોન્ટમાં એકાએક ફેરફાર થતા વકીલો, સ્ટેનોગ્રાફરને ટાઈપિંગમાં સમસ્યા આવતી હોવાનો દાવો કરાયો હતો અને નિર્ણયમાં ફેરફાર કરવાની માગ કરાઈ હતી. ત્યારે હાલ પુરતી વકીલોની સમસ્યાને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણયને 31 જાન્યુઆરી સુધી મોકૂફ રાખ્યો છે અને 31 જાન્યુઆરી સુધી જુની પદ્ધતિ મુજબ ફાઈલિંગ થઈ શકશે.

હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ચોક્કસ સાઇઝના A-4 પેપરના ઉપયોગની સાથે-સાથે તેની ક્વોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેનો તમામ જિલ્લા અદાલતોમાં 1 જાન્યુઆરી, 2026થી અમલવારી કરવાની હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કોર્ટે મુલતવી રાખ્યો છે.

Input Credit- Ronak Varma- Ahmedabad

હવે ક્યાં ગયુ દાદાનું બુલડોઝર? જુનાગઢમાં ભવનાથ મેળાની અડધોઅડધ જમીન પર ઉભા થઈ ગયા ગેરકાયદે દબાણો

 

 

Published On - 6:42 pm, Fri, 2 January 26