ગુજરાતમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણની મુદત લંબાવાઇ, વેપારી સંગઠનોએ નિર્ણયને આવકાર્યો

|

Aug 01, 2021 | 7:26 AM

જો કે સરકારના આ નિણર્યને વેપારી આલમે આવકાર્યો છે. જેમાં અમદાવાદના નવા માધુપુરા વેપારી મહાજન સહિતના વેપારી મહામંડળોએ  નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાત(Gujarat ) ના વેપારીઓ માટે રાહતના સમાચાર છે.હવે વેપારીઓ 15મી ઓગસ્ટ સુધી રસીકરણ(Vaccination)  કરાવી શકશે.રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રસીકરણની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કરાયો હતો. જો કે સરકારના આ નિણર્યને વેપારી આલમે આવકાર્યો છે. જેમાં અમદાવાદના નવા માધુપુરા વેપારી મહાજન સહિતના વેપારી મહામંડળોએ  નિર્ણયને આવકાર્યો છે.

મહત્વપૂર્ણ છે કે આજે એટલે કે 31મી જુલાઇએ વેપારીઓના ફરજિયાત રસીકરણની સમયમર્યાદા પૂર્ણ થઇ છે..જોકે રસીની અછતને પગલે રાજ્યના હજારો વેપારીઓ રસીકરણથી વંચિત રહ્યા હતા અને રસીકરણની તારીખ લંબાવવાની માગ ઉઠી હતી.ત્યારે રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયથી હજારો વેપારીઓને મોટી રાહત મળશે જેના લીધે વેપારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.

આ પણ વાંચો : Bank holiday in August 2021 : ઓગસ્ટમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કામ અટકી ન પડે તે માટે કરી લો એડવાન્સ પ્લાનિંગ

આ પણ વાંચો : Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

Next Video