પંચમહાલમાં બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.
PANCHMAHAL : જિલ્લામાં હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે, જિલ્લામાં સરકારી આંકડા મુજબ 124 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ફોગીંગ, દવા છટકાવની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ રોગોના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને એમાંય ખાસ કરી બાળકોમાં ડેન્ગ્યુ, બ્રોનકાઈટીસ ન્યુમોનિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હાલ 150 ઉપરાંત ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે તો બાળકોમાં પણ હાલ ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. જેને લઈને પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેઈલ,ફિમેઇલ અને પીડિયાટ્રિક વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. 15 પાથરી ધરાવતા પીડિયાટ્રિક વોર્ડની હાલત તો એવી થવા પામી છે કે આ વોર્ડમાં હાલમાં 60 જેટલા બાળકો સારવાર લઈ રહ્યા છે.
ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં પાથરીઓ ખૂટી પડતા બાળકોને ભોંયતળિયે પથારી કરી બાળકોને સારવાર આપવામાં આવી છે. આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ અને એમાં પણ બાળકો પર વધારે જોખમ તોળાઈ રહ્યો હોવાની સંભાવનાઓને લઈને સરકારી હોસ્પિટલમાં બાળકોના અલગ વોર્ડ બનાવી સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : કેબિનેટ મંત્રી પ્રદિપ પરમારના અધ્યક્ષ સ્થાને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠક યોજાઇ
આ પણ વાંચો : ચોટીલા મંદિરમાં દર્શન માટે રસીકરણ ફરજિયાત, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ