Gujarat Election 2022: PMની સભામાં ડ્રોન ઉડાડવાના મુદ્દે સેન્ટ્રલ IB સહિતની એજન્સીઓની તપાસનો ધમધમાટ

|

Nov 25, 2022 | 4:49 PM

SP અમિત વસાવાએ જણાવ્યું  હતું કે ડ્રોન સભા સ્થળેથી  દૂર ઉડી રહ્યું હતું અને જેની  ધરપકડ કરવામાં આવી છે, તેમના ત્રણેય લોકોના ઘરે તપાસ કરવામાં આવી  હતી. જોકે આ લોકોના ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

Gujarat Election 2022: PMની સભામાં ડ્રોન ઉડાડવાના મુદ્દે સેન્ટ્રલ IB સહિતની એજન્સીઓની તપાસનો ધમધમાટ
PM-MODI

Follow us on

બાવળામાં PMની સભામાં ડ્રોન ઉડાવવા પર સેન્ટ્રલ IB સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને  ગત રોજ આ ઘટના ઘ્યાને આવતા જ રૂરલ પોલીસે  3 લોકોની ધરપકડ કરી હતી. તપાસમાં માહિતી સામે આવી હતી કે  ફોટોગ્રાફીનો ઓર્ડર આપનારા લોકોનું જ આ ડ્રોન હતું. આ ડ્રોન બહાર ઉડતું દેખાતા એક કોન્સ્ટેબલનું ધ્યાન ગયું હતું અને  સમગ્ર ઘટના ધ્યાનમાં આવી હતી. જોકે  SP અમિત વસાવાએ જણાવ્યું  હતું કે ડ્રોન સભા સ્થળેથી  દૂર ઉડી રહ્યું હતું અને જેની ધરપકડ કરવામાં આવી છે, તેમના ત્રણેય લોકોના  ઘરે તપાસ કરવામાં આવી હતી. જોકે આ લોકોના ઘરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને પોલીસે સુરક્ષામાં  કોઈ ચૂક ન હોવાનો  દાવો કર્યો હતો.

ડ્રોન ઉડાવનાર 3 લોકોની રૂરલ પોલીસે કરી હતી ધરપકડ

અમદાવાદમાં બાવળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વડાપ્રધાન જ્યાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા, ત્યાં અજાણ્યુ ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પીએમની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે સ્થળે પીએમની સભા હતી ત્યાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત, સ્થાનિક સુરક્ષા એજન્સી સહિત અમદાવાદ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટૂકડીઓ તૈનાત હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનૂપસિંહને સભાગૃહના મુખ્ય માર્ગ પર ડ્રોન ઉડતુ દેખાયુ હતુ. આ ડ્રોન કોણ ઉડાડી રહ્યુ હતુ તેની ચકાસણી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ શખ્સો વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી રહી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Next Article