AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરના રોજ ભરશે ઉમેદવારી પત્ર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતા

ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel,) પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા.

Gujarat Election 2022: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરના રોજ ભરશે ઉમેદવારી પત્ર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહે તેવી પ્રબળ શક્યતા
CM bhupendra patel (File photo )Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 12:03 PM
Share

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે.  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિત શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિત શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે.

ગુજરાત ઇલેક્શન 2022: 2017માં  રેકોર્ડ બ્રેક માર્જિનથી  ભૂપેન્દ્ર પટેલ જીત્યા હતા ચૂંટણી

વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલે  સૌથી વધુ  માર્જિનથી જીત મેળવી હતી. તેઓ   16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરતા  પહેલા  રેલી પણ  કરશે.  ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા. ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા.

ગુજરાત ઇલેક્શન 2022:  ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી જંગ

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત ઇલેક્શન 2022: આજે ભરાઈ રહ્યા છે પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ફોર્મ

આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે  અને ભાજપ તેમજ કૉંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. આજે છેલ્લો દિવસ હોવાથી  ભાજપ અને કોંગ્રેસ  પક્ષના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ છયું છે. જોકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વિવિધ પક્ષોમાં મથામણ ચાલી હતી અને  નામ  જાહેર  થતા ઉમેદવારો અંગે છેલ્લી  ઘડી સુધી  દોડધામ ચાલી હતી.  પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને   ફોર્મ ભરતાની સાથે જ તમામ ઉમેદવારો પ્રચારના શ્રીગણેશ કરશે.  છેલ્લી ઘડી સુધી નારાજ ઉમેદવારોને મનાવવા માટે ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું હતુ. તો સ્થાનિક મતદારોનો રોષ, તેમજ પાર્ટી કાર્યકરોનો રોષ પારખીને  ભાજપ તેમજ કોંગ્રેસ  કેટલીક જગ્યાઓએ ઉમેદવારના નામ  બદલતા, નવા ઉમેદવારો ફોર્મ ભરવા માટે  છેલ્લી ઘડીએ સજજ થયા હતા.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">