CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, કર્મચારીઓના આંદોલન સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ બેઠકમાં રાજ્યમાંચાલતા વિવિધ કર્મચારીઓના આંદોલન અંગે ચર્ચા થશે તેમજ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીના (PM Modi gujarat visit) ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 9:02 AM

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel ) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet Meeting) યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ચાલતા વિવિધ કર્મચારીઓના આંદોલન અંગે ચર્ચા થશે તેમજ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદીના (PM Modi gujarat visit) ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે તો સાથોસાથ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનાર નેશનલ ગેમ્સની (National games 2022 ) સ્પર્ધાઓને લઈને આખરી તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરાશે.

21 અને 22 સપ્ટેમ્બરે મળશે વિધાનસભા સત્ર

ગુજરાત વિધાનસભાનું  (Gujarat Vidhansabha) બે દિવસનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે આ ચોમાસુ સત્રમાં  (Monsoon satra) પહેલા દિવસે ઠરાવ અને વિધેયકો પર ચર્ચા કરાશે તથા બીજા દિવસે ટૂંકા પ્રશ્નોનો પ્રશ્નોતરી કાળ હશે. આ ચોમાસુ સત્રમાં 6 બિલ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે ચોમાસુ સત્રને (Monsoon session) લઈને તૈયારીઓ કરી દીધી છે, ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લુ સત્ર હોવાથી વિપક્ષ પણ સરકારને ઘેરવા પુરા પ્રયાસ કરશે.

વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ (Political party) એડી ચોટીનુ જોર લગાવી રહી છે.રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી (PM Modi Gujarat visit) ફરી એકવાર ગુજરાત આવશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે.

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">