ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

|

Dec 09, 2021 | 8:14 PM

ગુજરાતમાં 09 ડિસેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો
Gujarat News

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રણ બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગુરુવારે 09 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. જે બુધવારે  નોંધાયેલા 67 કેસ કરતાં ત્રણ  વધારે છે. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 દર્દીઓ સાજા થયા છે.

જ્યારે અત્યાર સુધી કોરોનાના 8,17, 389  દર્દીઓ હરાવ્યો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 73 ટકા થયો છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 459 થઈ છે. જેમાં આઠ લોકો વેન્ટિલેટર પર છે જયારે 451 લોકો તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 10095 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસની વાત કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 13,  જામનગરમાં 10, સુરત શહેરમાં 09, વડોદરા શહેરમાં 06, વડોદરા જિલ્લામાં 06, નવસારીમાં 05, વલસાડમાં 05, આણંદમાં 04, કચ્છમાં 03, રાજકોટ શહેરમાં 03, ભાવનગર શહેરમાં 02, ગાંધીનગર  શહેરમાં 02 અને રાજકોટ  જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ ઉપરાંત રાજયના મુખ્ય સમાચારો આ મુજબ છે 

1 . ગાંધીનગર સચિવાલયમા કોરોનાની એન્ટ્રી, સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત

ગુજરાતમાં(Gujarat)  સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસો વચ્ચે કોરોનાની ગાંધીનગર(Gandhinagar) સચિવાલયમાં( Secretariat ) એન્ટ્રી થઈ છે. જેમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છેજો કે સચિવને કોરોના થતાં હવે વિભાગની બેઠક વ્યવસ્થા બદલવામાં આવશે. તેમજ કોરોના ગાઈડ લાઇનનું પણ પાલન કરવામાં આવશે.

2. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 પૂર્વે દુબઇમાં રોડ-શૉમાં 19 જેટલા MOU મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના(Vibrant Gujarat Global Summit) રોડ-શૉ અને વન-ટુ-વન બેઠક માટે ગુજરાત ડેલિગેશન સાથે દુબઇની (DUBAI) દ્વિ-દિવસીય મુલાકાતે છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દુબઇના ઉદ્યોગ રોકાણકારો માટે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણોની ઉત્સુકતા માટેની એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઇ છે.

3. વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે તપાસ તેજ કરી, ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની પૂછપરછ શરૂ

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)નવસારીની(Navsari)યુવતી પર દુષ્કર્મ(Rape)અને આત્મહત્યા કેસમાં(Suiside) પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં ઓએસીસ(Oasis)સંસ્થા સામે ગુનો નોંધ્યા બાદ એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આ ઉપરાંત ઓએસીસ સંસ્થાના સામે આગળની તપાસ માટે પોલીસે કોર્ટ પાસે મંજૂરી માગી હતી. તેમજ કોર્ટની મંજૂરી મળતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું.

4 .SURAT : પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ-મર્ડર કેસમાં આવતીકાલે પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

SURAT : શહેરમાં દરરોજ બાળકોને જાતીય શોષણનો શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી. જેમાં 10 વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

5 .  Gram Panchayat Election : વલસાડ જિલ્લાની 24 ગ્રામ પંચાયત સમરસ, 302 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, સરપંચ માટે 1299 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Gram Panchayat Election : રાજ્યમાં ગામ પંચાયતોની ચૂંટણીને લઇ ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ જિલ્લાની 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાની 326 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર યોજના હતી. તેમાંથી 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. આથી હવે જિલ્લામાં 302 ગામ પંચાયત ચૂંટણી યોજાવા જઇ રહી છે. જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે એ ગામોમાં બે કે બેથી વધુ જૂથો વચ્ચે આમને સામને છે.

6 . બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ

સરકારી કચેરીઓમાં બેઠેલા બાબુઓ સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોવાની બાબતો વારંવાર સામે આવતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે. જ્યાં રાજયકર વેરાની તિજોરીમાં જતા 5.98 કરોડ રૂપિયા સરકારી બાબુઓ એડવોકેટ તેમજ પેટ્રોલ પંપના સંચાલકો સાથે મળી પોતાના ખિસ્સામાં લઈ લીધા. 8 વર્ષની તપાસ બાદ સમગ્ર ઘટના સામે આવતા ડીસા ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

7.  હાઇકોર્ટે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે એએમસીનો ઉઘડો લીધો, કહ્યું સત્તામંડળનું મનમરજી મુજબનું વર્તન ચલાવી લેવાય નહિ

ગુજરાત(Gujarat) હાઇકોર્ટે(Highcourt) અમદાવાદ મહાનગરપાલિકાનો(AMC) આજે લારી ગલ્લા દૂર કરવાના મુદ્દે ઉધડો લીધો હતો. જેમાં ઈંડા અને નોનવેજની લારીઓને (Non Veg Stall) દબાણના નામે ઉપાડી લેવાના કોર્પોરેશનના પગલાંને લઈને હાઈકોર્ટે સખત શબ્દોમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. તેમજ કહ્યું હતું કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે તે શું ખાશે એ શું હવે કોર્પોરેશન નક્કી કરશે

 

Next Article