Gujarat Assembly Election 2022: કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ, ઇતિહાસમાં પ્રથમવાર થઈ 7 કાર્યકારી પ્રમુખની નિમણૂક

|

Jul 07, 2022 | 11:00 PM

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં (Gujarat politics)ધમધમાટ વધી ગયો છે. ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.

Gujarat Assembly Election 2022:  કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ, ઇતિહાસમાં પ્રથમવાર થઈ 7 કાર્યકારી પ્રમુખની નિમણૂક
Gujarat Congress elections are in full swing, for the first time in history, 7 acting presidents have been appointed

Follow us on

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં (Gujarat politics)ધમધમાટ વધી ગયો છે. ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસ(Congress)ના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે.  કોંગ્રેસ દ્વારા વિવિધ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે, જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સાત ધારાસભ્યોમાં લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ થાય છે જેમને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે.  કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર પણ નિયુક્ત કર્યાં છે. કોંગ્રેસે હવે આગામી ચૂંટણી માટે કમર કસી છે અને નોંધનીય છેકે ગત રોજ  કોંગ્રેસ દ્વારા જિલ્લાઓના પ્રભારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી.કોંગ્રેસમાંથી સભ્યો પક્ષ છોડીને અન્યત્ર જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી જતા જિલ્લા પ્રમાણે પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ સંગઠનનું માળખું મજબૂત બનાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે વર્તમાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વધુ સાત  કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત એમ ચારેય ઝોનના સ્થાનિક સમીકરણો ઉપરાંત SC-ST સહિતના તમામ વર્ગ અને જ્ઞાતિ-જાતિનું સંતુલન જાળવીને આ નિમણૂક કરવામાં આવશે.  સાથે જ  આગામી ૯મી ઓગસ્ટથી રાજ્યભરમાં 182  વિધાનસભા બેઠકોને આવરી લેતું જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા પ્રમુખે મંગળવારે મોડી સાંજે અમદાવાદ સહિત 33  શહેર-જિલ્લાના મહિલા પ્રમુખની વરણી કરી હતી . જેમાં અમદાવાદ(શહેર)માં હેતા પરીખ અને જિલ્લાની નિમિષાબેન મકવાણાને જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા પ્રમાણે પ્રભારીઓ

  1. અમદાવાદ શહેરના પ્રભારી તરીકે પ્રેમસાઈ સિંગ ટેકમ અને હકમ અલીખાન
  2. રાજકોટમાં પ્રમોદ જૈન ભૈયા, પાનાચંદ મેઘવાલ
  3. આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
    SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
    ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
  4. કચ્છના પ્રભારી તરીકે મોહમ્મદ સાલે અને ઈન્દ્રરાજ સિંગ
  5. બનાસકાંઠાના ઓબ્ઝર્વર તરીકે અશોક ચંદા
  6. પાટણમાં રામલાલ જત
  7. મહેસાણાના ઓબ્ઝર્વર તરીકે ઉદાઈલાલ અંજના
  8. સાબરકાંઠાના ઓબ્ઝર્વર તરીકે ઉમેશ પટેલ
  9. ગાંધીનગર ઓબ્ઝર્વર તરીકે જયસિંગ રાવલ અને સુરેશ મોદી છે.
  10. સુરેન્દ્રનગરમાં શંકુતલા રાવત અને અશોક બૈરવા
  11. પોરબંદરમાં રામપાલ શર્મા

Next Article