રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસ નેતાઓને શોધવા કામે લાગી ગુજરાત કોંગ્રેસ, જાણો કોના પર છે શંકા

|

Jul 22, 2022 | 4:05 PM

એવી પણ ચર્ચા છે કે પક્ષના નિર્ણયને અવગણી એનડીએના ઉમેદવાર મુર્મૂને મત અપનાર સાત શખ્સોને શોધવા કોંગ્રેસે (Congress) એક કમિટિ બનાવી છે અને આ સાત ધારાસભ્યોને (MLA) શોધવા અને તેમના પર પગલા લેવાનો નિર્ણય પણ કરાયો છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસ નેતાઓને શોધવા કામે લાગી ગુજરાત કોંગ્રેસ, જાણો કોના પર છે શંકા
ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસ નેતાઓને શોધવા કવાયત

Follow us on

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress)  એક સાંધો અને તેર તૂટે તેવી સ્થિતિ થઇ ગઇ છે. હાર્દિક પટેલ જેવા અડધો ડઝન મોટા નેતાઓના પક્ષ પલટા બાદ પણ કોંગ્રેસમાં અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતના સાત ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ (Cross voting) કર્યાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સાત ધારાસભ્યોએ યશવંત સિંહાના બદલે દ્રૌપદી મુર્મૂને (Draupadi Murmu) મત આપ્યો. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ 7 ધારાસભ્યોને શોધવા કામે લાગ્યા છે. પક્ષમાં જ અશિસ્તનો માહોલ ઉભો થતા હાલ ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓની હાલત પણ કફોડી બની છે. દિલ્લી દરબારમાંથી પણ ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પાસે સમગ્ર ઘટના અંગે જવાબ માગવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના મોટા નેતાઓને આ સંદર્ભે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

સાત ધારાસભ્યોને શોધવા કવાયત

એવી પણ ચર્ચા છે કે પક્ષના નિર્ણયને અવગણી એનડીએના ઉમેદવાર મુર્મૂને મત અપનાર સાત શખ્સોને શોધવા કોંગ્રેસે એક કમિટિ બનાવી છે અને આ સાત ધારાસભ્યોને શોધવા અને તેમના પર પગલા લેવાનો નિર્ણય પણ કરાયો છે. જો કે હજું સુધી આ સાત નામો કોણ છે તેની સત્તાવાર માહિતી મળી નથી. ગુજરાતના આદિવાસી ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હોવાની આશંકા છે. ગુજરાતમાં કોંગ્રેસ સિવાયના NCPના કાંધલ જાડેજા અને BTPના બે મત પણ દ્રૌપદી મુર્મૂને મળ્યાં હતા. ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ એકબીજાને શંકાની નજરે જોઇ રહ્યાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી વરિષ્ઠ નેતાઓ એક્શનમાં આવ્યા. કોંગ્રેસના ઉપ-પ્રમુખ હેમાંગ વસાવડા અને સિનિયર ધારાસભ્ય સી. જે. ચાવડાએ ધારાસભ્યોના ક્રોસ વોટિંગને લઈ દુખ વ્યક્ત કર્યું. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસના કોઈ ધારાસભ્યના મતભેદ હશે તો દૂર કરવાની પણ ખાત્રી આપી.

કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી 178 ધારાસભ્યોએ મત આપ્યા હતા. જેમાંથી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને 121 મત મળ્યા છે, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને 57 મત મળ્યા છે. જોકે, ગુજરાતમાં કોંગ્રેસના 63 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સાથે તેના કુલ 64 વોટ થાય છે. આમ, કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

Next Article