Gujarat Board Exam Result : ધોરણ 12ના પરિણામની 40-30-30ની ફોર્મ્યુલા અપનાવવા વાલીઓ-વિધાર્થીઓની માંગ

|

Jun 18, 2021 | 2:11 PM

Gujarat : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ(Board result) તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષાના માર્કસનું વેઇટેજ 50 ટકા રાખવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

Gujarat Board Exam Result : ધોરણ 12ના પરિણામની 40-30-30ની ફોર્મ્યુલા અપનાવવા વાલીઓ-વિધાર્થીઓની માંગ
40-30-30ની ફોર્મ્યુલા અપનાવવા વાલીઓ-વિધાર્થીઓની માંગ

Follow us on

Gujarat : શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ(Board result) તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે.જેમાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં મેળવેલ માર્ક્સના 50 ટકા અને ધોરણ 11 અને 12માં લેવાયેલ પરિક્ષાઓનું 25-25 ટકા વેઇટેજ રાખવામાં આવ્યું છે.ધોરણ 10ની પરીક્ષાના માર્કસનું વેઇટેજ 50 ટકા રાખવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે કે ધોરણ 10નું વેઇટેજ ઘટાડી ધોરણ 11 અને 12નું વેઇટેજ વધારવું જોઈએ.વાલીઓની રજુઆત છે કે સરકારે ધોરણ 10માં સીબીએસઇની ફોર્મ્યુલા કોપી કરી છે.તો ધોરણ 12માં કેમ સીબીએસઇની 30-30-40ની ફોર્મ્યુલાને બદલે 50-25-25ની ફોર્મ્યુલા અમલ કરી.વાલીઓની માંગ છે કે હાલની ફોર્મ્યુલાને બદલે ધોરણ 10નું વેઇટેજ 50 ટકાથી ઘટાડી 40 ટકા કરવામાં આવે અને ધોરણ 11-12નું વેઇટેજ 25 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવે.

આ અંગે વાલી નિલેશ જામરીયાએ જણાવ્યું હતું કે, સરકારે સીબીએસઇની ધોરણ 12ની ફોર્મ્યુલાને બદલે અલગ ફોર્મ્યુલા બનાવી છે.જેનાથી ધોરણ 11-12માં મહેનત કરનાર વિદ્યાર્થીઓને અન્યાય થશે.જો ધોરણ 10નું 40 ટકા વેઇટેજ અને ધોરણ 11-12નું 30-30 ટકા વેઇટેજ રાખવામાં આવ્યું હોત તો વધારે સારું મૂલ્યાંકન થઈ શકે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી તીર્થ ભરુચાએ જણાવ્યું હતું કે 10માં ધોરણમાં વિદ્યાર્થી પરિપક્વ ના હોય.જ્યારે 12માં ધોરણમાં વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈને વધારે પરિપક્વ બને છે અને તે મુજબ મહેનત કરે છે.જેથી 11 અને 12માં ધોરણનું વેઇટેજ વધારવું જોઈએ.

શિક્ષણવિદો સરકારની આ ફોર્મ્યુલાને સારી ગણાવી રહ્યા છે. પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓ માટે કેટલીક સ્પષ્ટતા કરાઈ નથી.આ અંગે શિક્ષણવિદ પુલકિત ઓઝાએ જણાવ્યું હતું કે સરકારની ફોર્મ્યુલા ખૂબ સારી છે.પરંતુ સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

જ્યારે ધોરણ 10ના વિજ્ઞાન અને ગણિત વિષયના માર્કસના આધારે ધોરણ 12ના કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ગણિત અને બાયોલોજીમાં કેવી રીતે માર્ક્સ આપવા. ધોરણ 10માં કેમેસ્ટ્રી, ફિઝિક્સ કે બાયોલોજી વિષય નથી ત્યારે આ વિષયોમાં ધોરણ 10ના માર્કસના આધારે કેવી રીતે માર્ક્સ મુકવા તે મોટો પ્રશ્ન છે.

અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 8 મહાનગરોમાં સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા નથી યોજાઈ. પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ કેવી રીતે ગણવામાં આવશે તે મોટો પ્રશ્ન છે.સાયન્સના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થશે.બી ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રવેશમાં તકલીફ નહીં પડે.એ ગ્રુપના વિદ્યાર્થીઓને મોટો પ્રશ્ન ઉભો થશે.65થી 75 ટકા સુધીના મધ્યમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન ઉભો થશે.

ફોર્મ્યુલા જનરલ છે પણ તેની અસર એક એક વિદ્યાર્થીઓને થશે. ધોરણ 10નું વેઇટેજ વધારે હોવાથી હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. મધ્યમ વિદ્યાર્થીઓને નુકસાન થશે. એક એક વિદ્યાર્થીઓના કેસમાં માનવીય અભિગમ રાખવાની જરૂર.આ ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તેવી અપેક્ષા છે.

Next Article