AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ATSની ટીમે દિલ્હીમાંથી અફઘાનિ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો, 20 કરોડનું 4 કિલો હેરોઇન કર્યું જપ્ત

જરાત એટીએસની ટીમે દિલ્હીમાંથી 20 કરોડનું 4 કિલો હેરોઇન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જે અંગે દિલ્હી ક્રાઇમે ગુનો નોંધી અફઘાનિ ડ્રગ્સ પેડલરની (Afghani drug peddler) ધરપકડ કરી છે.

ગુજરાત ATSની ટીમે દિલ્હીમાંથી અફઘાનિ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો, 20 કરોડનું 4 કિલો હેરોઇન કર્યું જપ્ત
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: Sep 04, 2022 | 3:46 PM
Share

Ahmedabad: ગુજરાત એટીએસની ટીમે દિલ્હીમાંથી 20 કરોડનું 4 કિલો હેરોઇન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જે અંગે દિલ્હી ક્રાઇમે ગુનો નોંધી અફઘાનિ ડ્રગ્સ પેડલરની (Afghani drug peddler) ધરપકડ કરી છે. મેડિકલ વિઝા લઈ આવેલ અફધાની ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. કોણ છે આ અફધાની નાગરિક જોઈએ આ અહેવાલમાં. ફોટામાં દેખાતો આ સપ્લાયર દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં હેરોઇનનું મોટા પ્રમાણમાં વેચાણ કરતો હતો. જેની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજીયાને મળતા આ લીડ ગુજરાત એટીએસને અપાઈ. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા દિલ્હી ક્રાઇમની એક ટીમે દિલ્હીમાં સંયુક્ત રેડ કરી.

નવી દિલ્હી TERI ઇન્સ્ટીટ્યુટ નજીક અફધાની વાહીદુલ્લાહ રહીમુલ્લાહ પાસેથી 4 કિલો હેરોઇન મળી આવ્યું. 20 કરોડની કિંમતનું હેરોઇન અફધાની વાહીદુલ્લાહ કોઈને સપ્લાય કરવા આવતા તેને ઝડપી લીધો હતો. જેને લઈને દિલ્હી ક્રાઇમમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી.

હેરોઇન સપ્લાયરની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, લખનૌ અને દિલ્હીમાં મોટાપાયે ડ્રગ્સ સપ્લાય કરનાર મુસ્તફા નામના ડ્રગ્સ ડિલરે આ ડ્રગ્સ દિલ્હી સુધી પહોચાડ્યું હતું. જે હેરોઇનો જથ્થો વાહીદુલ્લાહ દિલ્હીમાં અન્ય ડ્રગ્સ પેડલર આપવાનો હતો. સાથે જ મૂળ અફઘાનિસ્તાનના કંધાર ના રહેવાસી વાહીદુલ્લાહ વર્ષ 2016માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. અને આ વિઝા એકસ્ટેન્ડ કરાવી દિલ્હીમાં રહેતો હતો અને ડ્રગ્સ પેડલર બની કામ કરતો હતો.

ચાર કિલો હેરોઇન સાથે ઝડપાયેલા વાહીદુલ્લાહ છેલ્લા ઘણા સમયથી હેરોઇનનું વેચાણ કરતો હતો. ત્યારે ડ્રગ્સ દિલ્હી સુધી કયા રૂટથી પહોંચ્યું અને તેમાં કોણ કોણ સપ્લાયર સંડોવાયેલા છે. તે મામલે દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે દિલ્હી પોલીસ તપાસમાં શુ ખુલાસા થાય છે અને આ કેસમાં ફરી એક વાર ગુજરાત કનેક્શન સામે આવે છે કે કેમ તે જોવાનું રહેશે.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">