ચેતી જજો ! ગુજરાતમાં ફરી કોરોનાનો પગપેસારો, અમદાવાદ કોર્પોરેશને લાગુ કર્યા આ નિયમો

|

Jun 08, 2022 | 9:17 AM

અમદાવાદના(Ahmedabad) ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર મોટાપાયે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.

ચેતી જજો !  ગુજરાતમાં ફરી કોરોનાનો પગપેસારો, અમદાવાદ કોર્પોરેશને લાગુ કર્યા આ નિયમો
Increase Corona cases in ahmedabad

Follow us on

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં સતત કોરોના સંક્રમણ (Corona Case) ફરી ચિંતાજનક હદે વધી રહ્યું છે.અમદાવાદમાં કોરોનાના મંગળવારે સૌથી વધુ 44 દર્દી સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની (Corona Active case) સંખ્યા પણ વધીને 207 થઈ ગઈ છે.જે પૈકી 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં પાછલા બે દિવસથી કોરોના કેસ 40ને પાર પહોંચતા મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)  અને આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર મોટાપાયે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે.આ ઉપરાંત અગાઉની લહેરોની જેમ ભીડભાડવાળા સ્થળોએ પણ કોરોના ટેસ્ટ (Corona test) માટેના ડોમ ઉભા કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ (vaccination) વધારવા તંત્ર સક્રિય બન્યું છે.ઉલ્લેખનીય છે કે, ઉનાળુ વેકેશન દરમિયાન સંખ્યાબંધ લોકો એકઠા થતા જોવા મળે છે તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં રહેતા ભારતીયો રજાઓમાં વતન આવ્યા. જેના કારણે સંક્રમણમાં ફરી ઉછાળો આવતા જ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ ઘરની બહાર જતા-આવતા લોકોને માસ્ક પહેરવા (Mask) અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.. આ ઉપરાંત જે લોકોને કોરોના રસીનો પ્રિકોશન ડોઝ મળવપાત્ર છે. તેમને વહેલી તકે રસીનો ડોઝ લેવા પણ અપીલ કરી છે.

Next Article