જેલમાં જવાથી આંદોલન તૂટવાના બદલે મજબૂત બન્યું : યુવરાજસિંહ

|

Apr 17, 2022 | 5:32 PM

યુવરાજસિંહ (Yuvraj Singh) જણાવ્યું કે યુવા નવનિર્માણ સેના કામ કરશે. આવનારી મોટી પરીક્ષા બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ પર નજર રાખીશું. સ્લીપરસેલ બધી રીતે માહિતી આપતા રહે છે. સેનાના માધ્યમથી તમામ પ્રશ્ને કામ કરીશુ.

જેલમાં જવાથી આંદોલન તૂટવાના બદલે મજબૂત બન્યું : યુવરાજસિંહ
Going to jail strengthened the movement instead of breaking it: Yuvraj Singh (ફાઇલ)

Follow us on

યુવાનોના હક માટે લડત લડતા યુવરાજસિંહ (Yuvraj Singh)10 દિવસ જેલમાં બંધ રહ્યા બાદ તેમનો શરતી જામીન પર છુટકારો થયો છે. જેઓ જેલ બહાર આવતા જ મીડિયાથી ભાગી ગયા હતા. પણ બીજા દિવસે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ (Press conference)બોલાવી તેનો ખુલાસો કર્યો, તેમજ હવે આંદોલન (Movement)એક નવા સ્વરૂપે આગળ વધશે તેવો પણ ખુલાસો કર્યો.

જેલમાંથી બહાર આવેલા યુવરાજસિંહ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ નાના સંગઠન સાથે રહી લડતા હતા. પણ હવે તેઓએ નવા અને મોટા સંગઠન સાથે રહી લડત આપવા નિર્ધાર કર્યો છે. જેના માટે યુવરાજસિંહ યુવા નવ નિર્માણ સેનાનો રચના કરી છે. આ સેના હેઠળ ગામ, જિલ્લા, તાલુકા લેવલે કન્વીનરો ઉભા કરી આંદોલનને આગળ વધારવામાં આવશે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે યુવાનોના હિત અને રાષ્ટ્રહિત માટે અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવીશ. તેમજ નવા અભિયાનની શરૂઆત કરવા જઇ રહ્યા છે. જેના માટે યુવા નવનિર્માણ સેનાની શરૂઆત કરી. જેમાં બિન રાજકીય રીતે આ પ્લેટફોર્મ મારફતે અવાજ ઉઠાવીશું અને સરકાર સમક્ષ પ્રશ્ન રાખીશું તેવું જણાવ્યું. સાથે જ એ પણ જણાવ્યું કે સેના બિનરાજકીય રહેશે અને યુવાનોના પ્રશ્ન પર કામ કરશે. શિક્ષણ, બેરોજગાર જેવા મુદ્દાઓ રહેશે. અને યુવાનોના ભાવિ સાથે થતા ચેડા અટકાવવાનો પ્રયાસ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એટલું જ નહીં પણ જેલમાં બંધ થવાના કારણ અંગે પણ યુવરાજસિંહ ખુલાસો કર્યો કે તે ઘટનામાં કોઈને પણ મારવાનો ઈરાદો ન હતો પણ બચાવાનો હતો. અને ન્યાયિક પ્રક્રિયાથી જવાબ આપીશું. તેમજ જેલમાં બંધ સમય દરમીયાન નાની મોટી ચોરીના મામલા મળ્યા છે. તપાસ કરી તથ્ય મળ્યું છે. મોટી ચોરી હાલ થઈ નથી. ઇનપૂટ મળી રહ્યા છે તે પ્રમાણે તપાસ કરીશું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે અત્યારે પ્રશ્ન છે કે સવાલ કોની સામે હોય સતાપક્ષ સામે તો અમે પ્રશ્ન ઉજાગર કરતા રહીશું. અમારા કન્વીનર હશે તે બિન રાજકીય હશે. જોકે સેનામાં કામ માટે રાજકીય પક્ષની મદદ લેવી પડશે ત્યાં પક્ષોની મદદ લઈશું તેવુ પણ જણાવ્યું, જેનાથી રાજકિયપક્ષ વગરની સેના અને કામને લઈને સ્પષ્ટીકરણ અસ્પષ્ટ જોવા મળ્યું હતું.

યુવરાજસિંહ જણાવ્યું કે યુવા નવનિર્માણ સેના કામ કરશે. આવનારી મોટી પરીક્ષા બિન સચિવાલય ની પરીક્ષામાં ગેરરીતિ પર નજર રાખીશું. સ્લીપરસેલ બધી રીતે માહિતી આપતા રહે છે. સેનાના માધ્યમથી તમામ પ્રશ્ને કામ કરીશુ. પેપર શરૂ થયાથી તમામ પ્રશ્ન સરકાર સામે રાખીશું. પહેલા નિવેદન આવ્યા કે મોડા આવ્યા કે અન્ય તો અગાઉથી અમે જાણ કરીશું.

વધુમાં જણાવ્યું કે પોલીસ પર ભરોસો છે પણ ચિત્ર ખોટું રજૂ કરાયું છે. મોટો ખુલાસો કરવા જતાં પહેલાં અરેસ્ટ કર્યા. ભૂતકાળની પ્રક્રિયા હતી તે પુરાવા સાથે સામે લાવવાનો હતો તે ન કરી શક્યો પણ આધાર પુરાવા સાથે તે મુદ્દો રજૂ કરીશ. રાજકીય કે બિનરાજકીય હોય ખુલાસો કરીશ. સિંહ ગર્જના સાથે વાત રજૂ કરીશ. ગાંધીનગરમાં જવા પર પ્રતિબંધ પણ આંદોલન ચાલુ હતું અને ચાલુ રહેશે તેમ જણાવ્યું. સાથે જ આવનાર દિવસમાં ગાંધીનગર જવાના પ્રતિબંધ હટાવવા પ્રક્રિયા કરવા પણ જણાવ્યું, જેથી આંદોલન આગળ વધારી શકાય.

આ પણ વાંચો :તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં સુરતમાં તસ્કરોએ કેવી રીતે તેલના ડબ્બાઓની કરી ચોરી

આ પણ વાંચો :ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 31 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

Published On - 5:22 pm, Sun, 17 April 22

Next Article