પાંચ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસન સ્થળે ગુજરાતીઓનો ધસારો, હોટલો હાઉસફુલ, એરફેર પણ વધ્યુ

આજે બીજો શનિવાર અને આવતીકાલે રવિવારની રજા છે.મંગળવારની સ્વતંત્રતા દિવસની રજા આવે છે. તો બુધવારે પણ પતેતીની જાહેર રજા છે. જેના પગલે બેંક, સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓ તેમજ અધિકારીઓએ 14 ઓગસ્ટ સોમવારની રજા લઇ લીધી છે.

પાંચ દિવસના મીની વેકેશનને પગલે પ્રવાસન સ્થળે ગુજરાતીઓનો ધસારો, હોટલો હાઉસફુલ, એરફેર પણ વધ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 4:08 PM

Ahmedabad : આજથી પાંચ દિવસનું મીની વેકેશન (mini vacation) શરુ થયુ છે. જેના પગલે ગુજરાતીઓએ પણ પ્રવાસ માટેનું મન બનાવી લીધુ છે. જોકે મીની વેકેશનના માહોલના પગલે ગોવા, દીવ, સાપુતારા, માઉન્ટ આબુ, ઉદયપુર, માટે પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. જેના કારણે આ પ્રવાસન સ્થળોએ (tourist destinations) હોટેલોમાં તો ફુલ બૂકિંગ (Booking) જોવા મળી જ રહ્યુ છે, સાથે જ એરફેરમાં પણ દેખીતો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Banaskantha: પાલનપુર શહેરના વિકાસના નકશાને લઇ શરૂ થયો વિવાદ! વાંધા રજૂ કરાયા, જુઓ Video

વન-વે એરફેર 125 ટકા વધ્યુ

આજે બીજો શનિવાર અને આવતીકાલે રવિવારની રજા છે. મંગળવારની સ્વતંત્રતા દિવસની રજા આવે છે. તો બુધવારે પણ પતેતીની જાહેર રજા છે. જેના પગલે બેંક, સરકારી કચેરીઓમાં અનેક કર્મચારીઓ તેમજ અધિકારીઓએ 14 ઓગસ્ટ સોમવારની રજા લઇ લીધી છે. જેથી તેમને પરિવાર સાથે મીની વેકેશનનો આનંદ માણવા મળી શકે. ગુજરાતીઓએ આ પાંચ દિવસ દરમિયાન નજીકના સ્થળોએ ફરવા જવાનું આયોજન કર્યુ છે. જેના પગલે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 125 ટકા વધીને રુપિયા 10500 થઇ ગયું છે. તો હોટેલ-રીસોર્ટ્સમાં પણ ભાડા વધી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

વધુ ભાડુ ચુકવવા છતા નથી મળી રહ્યા રુમ

આવતીકાલે બીજો શનિવાર, મંગળવારે સ્વતંત્રતા દિવસ અને બુધવારે પતેતી છે. જેના કારણે સરકારી કચેરી-બેંકોમાં અનેક કર્મચારીઓ દ્વારા ૧૪ ઓગસ્ટ-સોમવારના રજા મૂકવામાં આવી છે. જેનાથી તેઓને પાંચ દિવસનું મિની વેકેશન મળી શકે. ચોમાસાને પગલે અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, ડાંગ, પોળો જંગલ, દીવ, દમણ જેવા નજીકના સ્થળોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળશે. આ ઉપરાંત માઉન્ટ આબુ, ઉદયપુર, કુંભલગઢ, લોનાવલા જેવા સ્થળો પણ પ્રવાસીઓમાં ફેવરિટ છે. ઉદયપુરના અને માઉન્ટ આબુમાં હોટેલ-રીસોર્ટ્સમાં સામાન્ય દિવસો કરતાં વધારે ભાડું ચૂકવવા છતાં પણ હાલમાં રૂમ મળી રહ્યા નથી.

ગોવા જનારાઓનો ધસારો

મીડિયા રિપોર્ટસ અનુસાર અમદાવાદથી લોનાવાલા-મહાબળેશ્વર માટે પૂણેની પાંચ ફ્લાઇટ ઉપલબ્ધ છે. સાથે જ અમદાવાદથી બાગડોગરા,કોચીન, જયપુરની પણ ડાયરેક્ટ ફ્લાઇટ છે. અમદાવાદથી વિશેષ કરીને ગોવા જવા માટે ધસારો જોવા મળતો હોય છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી ગોવાની વન-વે ફ્લાઇટનું ભાડુ રુપિયા 3100થી રૃપિયા 3500ની આસપાસ હોય છે. પરંતુ મિની વેકેશનને પગલે આ ભાડું રૃપિયા 9500થી રુપિયા 10500ની આસપાસ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">