Ahmedabad: 584 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોટર્સ સંકૂલ બનશે, ભારત સરકારના નાણાં મંત્રાલયે આપી મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસના વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમાં આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે.

Ahmedabad: 584 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોટર્સ સંકૂલ બનશે, ભારત સરકારના નાણાં મંત્રાલયે આપી મંજૂરી
File Image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:57 PM

ભારત સરકારના નાણાં મંત્રાલય (Finance ministry) દ્વારા અમદાવાદ (Ahmedabad)શહેરના નારણપુરા વિસ્તારમાં નવા બનાવવામાં આવનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસેના અંદાજીત 79,500 ચો.મી (અંદાજીત 19.65 એકર) ક્ષેત્રફળ વાળા પ્લોટમાં વિકસાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કોમ્પલેક્ષ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસના વેન્યુ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમાં આવેલ આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતોને પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડીઝાઈન કરાઈ છે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ. 584 કરોડ થશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નાણા મંત્રાલય દ્વારા આ શરતોને આધિન પ્રાથમિક મંજુરી આપવામાં આવી

(1) આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ Ministry of Youth Affairs and Sports and Sports Authority of Indiaના વપરાશ માટે નિઃશુલ્ક રાખવાનું રહેશે.

(2) આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વાપરવાનો The Ministry of Sportsને પ્રથમ અધિકાર રહેશે.

(3) સ્પોર્ટસ વિભાગ દ્વારા છુટી કરેલ ગ્રાન્ટ ગુજરાત સરકાર મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે, તેમજ મંજુર થયેલ ગ્રાન્ટ ઉપરાંત જે કોઈ વધારાનો ખર્ચ થશે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત સરકારે ભોગવવાનો રહેશે.

(4) SAI દ્વારા આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં સેન્ટર ઓફ એકસેલન્સ ચલાવવાનું રહેશે.

પ્રથમ તબકકાની ગ્રાન્ટ સબમીટ કરતા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મુજબના પ્રમાણપત્ર સબમીટ કરવાના રહેશે.

(1) જરૂરીયાત મુજબના દરેક બાબતોના કલીયરન્સ સર્ટીફીકેટ, પ્રોજેકટ માટેની જમીનનું પઝેશન મળેલ હોવું જોઈએ, જેથી તાકીદે પ્રોજેકટ ચાલુ કરી શકાય.

(2) કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટરને આપેલ લેટર ઓફ ઈન્ડેન્ટ વર્કઓર્ડરની નકલ

પ્રોજેકટને મુખ્ય 6 ભાગમાં વહેંચવામાં આવ્યો

(1) એકવાટીક કોમ્પલેક્ષઃ આ સ્વીમીંગ પુલની સાઈઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવશે, જેમાં ડાઈવીંગ પુલ તેમજ આર્ટીસ્ટીક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે. જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે.

(2) ક્રેમ્યુનીટી સ્પોર્ટસ સેન્ટરઃ જેમાં 6 બેડમીન્ટન કોર્ટ, 6 ટેબલટેનીસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નૂકર અને બીલીયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવશે. આ કોમ્યુનિટી સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદના શહેરીજનોને વધુ ઉપયોગી થઈ રહેશે.

(3) સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સઃ આ સેન્ટર ઓફ એકસેલન્સમાં 42 મી.×24 મી. ના મુખ્ય 2 હોલ કે જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ અથવા 8 બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઈ શકશે. આ હોલ એવી રીતે ડીઝાઈન કરેલ છે કે ઉપર જણાવેલ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટસ હોલમાં 4 ટૅકવાન્ડો કોર્ટ અથવા 4 કબડ્ડી કોર્ટ અથવા 4 રેસલીંગ અથવા 12 ટેબલટેનીસ મેચ એક જ સમયે યોજી શકાશે.

આ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું 1 સ્પોર્ટસ સાયન્સ અને ફીટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઈક્વીપમેન્ટ સ્ટોર, મેડીકલ સર્વિસ સ્ટેશન, ઓડીયો-વિડીયો ફેસીલીટી સાથેનો ટ્રેનિંગ રૂમ, વહીવટી ઓફીસ બનાવવામાં આવનાર છે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલરૂમ, ખેલાડીઓ માટેના 89 ટ્રીપલ બેડ રૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઈનીંગ હોલનો સમાવેશ કરાશે.

(4) ઈન્ડોર મલ્ટી સ્પોટર્સ અરેનાઃ અરેનામાં 80 મી. × 40 મી. સાઈઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ કરવામાં આવશે. (એક સમયે એક રમત) કુલ 16 બેડમીન્ટન કોટ, 4 બાસ્કેટબોલ કોટ, 4 વોલીબોલ કોટ અને 4 જીમ્નસ્ટીક મેટ. આ ઉપરાંત તેમાં ટાઈકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનીસ માટે ટ્રેનીંગના હેતુ માટે મલ્ટી પર્પઝ હોલની પણ સુવિધાનો સમાવેશ કરાશે.

જેમાં એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકે તે મુજબનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વોર્મ-અપ એરીયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરીયા, સેન્ટ્રલ એડમીન ઓફીસ, સ્પોટર્સ ફેડ્રેશન માટેનો રૂમ, ડોપીંગ એરીયા, મેડીકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ, તદ્દઉપરાંત મીડિયા અને અન્ય ટેકનીકલ, ઓપરેશન સુવિધા માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

(5) ફીટ ઈન્ડિયા ઝોનઃ આ ઝોનમાં સીનીયર સીટીઝન માટે સીટીંગ એરીયા, સ્કેટીંગ રીંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચીલ્ડ્રન ઝોન અને જોગીંગ ટ્રેકનો સમાવેશ કરાશે.

(6) આઉટ ડોર સ્પોટર્સઃ ઉપરોકત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આઉટ ડોર સ્પોટર્સ માટે 6 ટેનીસ કોર્ટ, 1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલીબોલ કોર્ટનો સમાવેશ કરવામાં આવશે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં 800 ટુવ્હીલર અને 850 ફોર-વ્હીલરના પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહત્વનું છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે લોકો આગળ વધે તે માટે સરકાર વિવિધ વિકાસ કાર્યો કરી રહી છે. જેમાં તાજેતરમાં રીવરફ્રન્ટ પર પણ પૂર્વ અને પશ્ચિમ એમ બે સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યા. ત્યારે વધુ એક સ્પોર્ટ્સ સંકુલ લોકોને હવે મળી રહેશે. જેથી શહેર અને રાજ્યના ખેલાડીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધે. આ પ્રયાસથી અમદાવાદને એક નવું નજરાણું તો મળશે પણ સાથે જ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધનારા લોકોને આવા સંકુલ તક પણ પુરી પાડી શકે છે.

આ પણ વાંચો: IPL 2021: KKRને કેપ્ટનના નિર્ણયથી રાહત, બાકીની મેચોમાં કેપ્ટનશીપ નિભાવવા હા ભણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">