Dussehra 2022 : વિજયનું પર્વ એટલે વિજયાદશમી, રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયુ

|

Oct 06, 2022 | 8:59 AM

અમદાવાદમાં ભાડજનાં (Bhadaj) હરેકૃષ્ણ મંદિરે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 60 ફૂટ ઊંચા રાવણ પૂતળાનું દહન કરાયું હતું.

Dussehra 2022 : વિજયનું પર્વ એટલે વિજયાદશમી, રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયુ
Dussehra 2022

Follow us on

આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજયાદશમી (Dussehra). આજના દિવસે વિવિધ જગ્યાએ રાવણનું દહન (Ravan Dahan) કરીને લોકો વિજયાદશમીની ઉજવણી કરે છે.  સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની (Ahmedabad) તો, અમદાવાદમાં ભાડજનાં (Bhadaj) હરેકૃષ્ણ મંદિરે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 60 ફૂટ ઊંચા રાવણ પૂતળાનું દહન કરાયું હતું. તો અમદાવાદમાં જ નાગરવેલ ખાતે પણ વિજયાદશમીની ઉજવણી અંતર્ગત 55 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું હતું.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

જ્યારે સુરતના (Surat) અંબાનગર ખાતે રાવણના 35 ફૂટ ઉંચા પૂતળાને બાળીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી છે.  આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત રાજકોટ શહેરમાં પણ વિવિધ જગ્યાએ રાવણના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો.

Next Article