Ahmedabad: મચ્છરજન્ય રોગોને અટકાવવા ‘ટ્રીગર ડ્રાઇવ’ યોજાઈ, 244 એકમોને નોટીસ, 4 બાંધકામ એકમો સીલ
મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા કેસોને અટકાવવા અમદાવાદમાં વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા 'ટ્રીગર ડ્રાઇવ' યોજાઈ હતી.
Ahmedabad: અમદાવાદમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ (Dengue), ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવા તથા ભારત સરકાર દ્વારા વર્ષ 2023 સુધીમાં મેલેરીયા મુકત જાહેર કરેલ નિર્ધારને સાર્થક બનાવવા માટે હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા ઈન્ટ્રાડોમેસ્ટીક, પેરાડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઈ.આર.એસ., એન્ટી લાર્વલ, કન્ટ્રકશન સાઈટોનું ચેકીંગ તથા જરુરી આઈ.ઈ.સી. એકટીવીટી જેવી તમામ પ્રકારની સઘન રોગ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલની ચોમાસાની ઋતુને જોતાં વિભાગની તમામ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.
વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા કરાઈ કામગીરી
તાજેતરમાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદના કારણે પાણીના ભરાવાના સ્ત્રોતોમાં વધારો થવાથી તેમજ મચ્છર ઉત્પત્તિ માટે અનુકુળ વાતાવરણ થયેલ છે. જેથી વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની તમામ કામગીરી ઝુબેંશ સ્વરૂપે કરાવવા માટે મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ AMCના હેલ્થ ખાતાએ મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ, એસ્ટેટ વિભાગ, ટેક્ષ વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં રહી તમામ ઝોન ખાતે 1 જુલાઈના રોજ ‘ટ્રીગર ડ્રાઇવ’ યોજી હતી.
શહેરમાં ‘ટ્રીગર ડ્રાઇવ’ અંતર્ગત સવારથી સાંજ સુધીમાં તમામ ઝોન મુજબ હેલ્થ ખાતા દ્વારા મ્યુનિસીપલ સ્કુલ બોર્ડ, એસ્ટેટ વિભાગ, ટેક્ષ વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્કૂલોમાં આઇ.ઇ.સી. એક્ટીવીટી, બાંધકામ સાઇટ્સની ચેકીંગની તથા અવેરનેશ કામગીરી તેમજ શહેરમાં આવેલ તમામ અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા પોરાનાશક અન્વયેની ઇન્ટ્રાડોમેસ્ટીક તથા કોમ્યુનીટી અવેરનેશ કામગીરી તેમજ કોમર્શિયલ એકમોના ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.
139 સ્કૂલોમાં મચ્છર ઉત્પત્તિ અંગે અને વાહકજન્ય રોગો અંગે માહિતી અપાઈ
હેલ્થ વિભાગ દ્વારા મ્યુનિસીપલ સ્કુલબોર્ડ સાથે સંકલનથી તમામ ઝોનના જુદા જુદા વોર્ડ ખાતેની કુલ 139 સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મચ્છર ઉત્પત્તિ અંગે અને વાહકજન્ય રોગ અટકાયતી પગલાંઓની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ પોરા લાઇવ નિદર્શન કરવામાં આવ્યું હતું.
244 એકમોને નોટીસ તેમજ 15 લાખથી વધુનો દંડ વસુલ કરાયો
હેલ્થ વિભાગ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ દરમ્યાન કુલ 339 એકમો ચેક કરી, 244 એકમોને નોટીસ આપવામાં આવી હતી તેમજ કુલ રૂ.15,93,500 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ 4 બાંધકામ એકમોને સીલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો