
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક ગંભીર અને તંગદિલીભર્યો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિન્દુ યુવાનની હત્યાએ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક ઓવરટેક કરવા જેવી નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, નસીમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયેલી માથાકૂટ બાદ હિંસક અથડામણ સર્જાઈ, જેમાં હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી. ઘટનાની ખબર ફેલાતાં જ બન્ને સમુદાયના લોકો મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ.
સ્થિતિ એટલી બગડી ગઈ કે કેટલાક ટોળાઓએ ઉગ્ર પ્રદર્શન કરતા અમુક દુકાનોમાં આગચંપી કરી દીધી, જેના કારણે વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ સર્જાયો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને સમગ્ર ધંધુકા વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આગ પર કાબૂ મેળવવા માટે આસપાસના વિસ્તારો જેમ કે બાવળા, બગોદરા, ધોલેરા અને ધોળકામાંથી ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક ધંધુકા ખાતે મોકલવામાં આવી છે. હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસન અને પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.
અધિકારીઓ દ્વારા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Published On - 5:37 pm, Sat, 18 April 26