AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરમગામમાં રેલ્વે ફાટકને લઈને નાગરિકો પરેશાન, ટ્રાફિક કાયમી સમસ્યા

વિરમગામમાં રેલ્વે ફાટકને લઈને નાગરિકો પરેશાન, ટ્રાફિક કાયમી સમસ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:50 AM
Share

વિરમગામમાં રેલવે વિભાગની આડોડાઇને પગલે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.વાહનચાલકોનો આરોપ છે કે ટ્રેન આવવાના સમય અગાઉથી જ ફાટક બંધ કરી દેવાય છે.

અમદાવાદ(Ahmedabad)જિલ્લાના વિરમગામમાં(Viramgam)વારંવાર બંધ કરી દેવાતા રેલ્વે ફાટકને(Railway Crossing) લઇને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં વિરમગામમાં રેલવે વિભાગની આડોડાઇને પગલે વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.વાહનચાલકોનો આરોપ છે કે ટ્રેન આવવાના સમય અગાઉથી જ ફાટક બંધ કરી દેવાય છે.

જેના પગલે રોજેરોજ સચાણા ફાટક પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેના લીધે લોકોના સમય અને ઈંધણનો બગાડ થાય છે. તેમજ ફાટક ખોલાયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.જો કે શુક્રવારે ટ્રાફિક જામમાં એમ્બ્યુન્સ અટવાઈ જતાં લોકોએ ટ્રેનને રોકી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ફાટક મુક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબધ્ધ છે અને આગામી 3-4 વર્ષમાં ગુજરાત ફાટક મુક્ત રાજ્ય બનશે.જેમાં રાજ્યમાં 54 જેટલા રેલવે ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય રસ્તાઓ પર આવતા રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવા માટે સરકારે મોટા પાયે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 50 ટકા ખર્ચ રેલ્વે વિભાગ ઉપાડે છે.

છેલ્લા પાંચ વર્ષમાં 922 કરોડના ખર્ચે 26 રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમજ આગામી વર્ષોમાં પણ 3400 કરોડના ખર્ચે 68 રેલ્વે ઓવરબ્રિજનું કામ હાથ ધરાશે.સમગ્ર ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પગલે વાહન ચાલકોનો સમય અને ઈંધણ બચી શકશે અને અકસ્માત પણ નિવારી શકાશે.

આ પણ વાંચો : Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની દયનીય હાલત, કરોડોનો ખર્ચ વ્યર્થ

આ પણ વાંચો : Bhavnagar: ભાવનગરના ખેતરોમાં ડ્રોન દ્વારા નેનો યુરિયાનો પ્રથમ છંટકાવ, મનસુખ માંડવિયાએ કહ્યું – ખેડૂતોની સારી બચત થશે

Published on: Oct 02, 2021 07:27 AM
g clip-path="url(#clip0_868_265)">