ગજબ : કારમાં ચલાવતા હતા અમેરિકન નાગરિકોને છેતરવા ગેર કાયદે કોલ સેન્ટર, સાળા-બનેવીને સાયબર ક્રાઇમે ઝડપી લીધા

|

Aug 30, 2022 | 11:29 PM

અમદાવાદમાં(Ahmedabad) કારમાંથી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને બોગસ કોલ સેન્ટર ચલાવીને છેતરપીંડી કરતા આરોપી ધવલ ખેતીયા અને પુરવ પંચાલ ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

ગજબ : કારમાં ચલાવતા હતા અમેરિકન નાગરિકોને છેતરવા ગેર કાયદે કોલ સેન્ટર, સાળા-બનેવીને સાયબર ક્રાઇમે ઝડપી લીધા
Ahmedabad Cyber Crime Arrest Accused

Follow us on

અમદાવાદમાં(Ahmedabad)  સાયબર ક્રાઇમે(Cyber Crime)  કારમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટર(Call Center) ઝડપ્યું છે. જેમાં સાળા – બનેવી કારમાં કોલ સેન્ટર ચલાવતા હતા.  અમદાવાદમાં(Ahmedabad) કારમાંથી અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને બોગસ કોલ સેન્ટર ચલાવીને છેતરપીંડી કરતા આરોપી ધવલ ખેતીયા અને પુરવ પંચાલ ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જે સંબંધમાં સાળા બનેવી છે અને ધંધાના બોગસ કોલ સેન્ટરના ભાગીદાર બન્યા છે. આ આરોપી કોઈ ઓફિસ કે ઘરમાં નહિ પરંતુ કારમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા હતા. સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે અમેરિકન નાગરિકોને લોન આપવાના બહાને છેતરપીંડી કરતું બોગસ કોલ સેન્ટર ધમધમી રહ્યું છે..આ બાતમીના આધારે સાયબર ક્રાઇમે રેડ કરીને કારમાં ચાલતું બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને સાળા બનેવીની ધરપકડ કરી છે.

ડુપ્લીકેટ ચેક અમેરિકન નાગરિકોને ઇમેઇલ આઈડી પર મોકલી ને વિશ્વાસમાં કેળવતા

જેમાં પકડાયેલા સાળા બનેવીની પૂછપરછ માં અમેરિકાની કેસ usaએ નામની લોન આપનાર કંપનીમાંથી વાત કરતા હોવાની ખોટી ઓળખ આપીને લોન આપવાનું કહીં ને અમેરિકન નાગરિકો ને કેનેડિયન ઇમપ્રિયલ બેન્ક ઓફ કોમર્સ અને બેન્ક ઓફ મોન્ટેરીઅલના ડુપ્લીકેટ ચેક અમેરિકન નાગરિકોને ઇમેઇલ આઈડી પર મોકલી ને વિશ્વાસમાં કેળવતા હતા. અને ત્યાર બાદ જુદા જુદા ચાર્જ ના નામે રૂપિયા બીટ કોઈન અને ગિફ્ટ કાર્ડ કે અન્ય કરન્સીમાં મેળવીને ઠગાઈ કરતા હતા..આ સાળા બનેવી છેલ્લા 2 વર્ષથી ગાડીમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા હોવાનું ખુલ્યું છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઠગાઈ માટે કોલ નંબરની લીડ પણ ઓનલાઈન મેળવતા

આ આરોપીઓ અગાઉ એક કોલ સેન્ટર માં નોકરી કરી ચુક્યા હોવાથી તેમને કોલ સેન્ટર થી પૈસા કમાવવા ની માહિતી હતી..જેથી તેમને પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યું.. અને યુટ્યુબ લિન્કડીન નામની એપ્લિકેશનથી ઠગાઈની માહિતી મેળવતા હતા. તેની સાથે જ ઠગાઈ માટે કોલ નંબરની લીડ પણ ઓનલાઈન મેળવતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમે બંનેની ધરપકડ કરીને લેપટોપ, ગાડી અને ડુપ્લીકેટ ચેકબુક જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 11:28 pm, Tue, 30 August 22

Next Article