
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બેંગલોર અને પંજાબ વચ્ચે આઈપીએલની ફાઈનલ રમાશે. આઈપીએલની ફાઈનલને લઈવહેલી સવારથી જ ટિકિટ કલેક્શન સેન્ટર બહાર લોકોની ભીડ જોવા મળી હતી. ટિકિટ લેવા માટે છેલ્લા દિવસે પણ લાંબી કતારો જોવા મળી રહી છે. આ સાથેઅન્ય રાજ્યો માંથી આવેલા લોકો પણ કલાકોથી કતારમાં ઉભા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો જામશે. ત્યારે દેશભરમાંથી ચાહકો, દિગ્ગજો અમદાવાદના મહેમાન બન્યા છે.બેંગાલુરૂને ટાઇટલ જીતાડવા વિરાટ કોહલી મેદાનમાં ઉતરશે. તો પંજાબની ટીમને સપોર્ટ કરવા બોલિવુડ અભિનેત્રી પ્રિતિ ઝિન્ટા અમદાવાદ આવશે. ખાસ વાત તો એ છે કે, બંને માંથી કોઈપણ ટીમ એકવાર પણ ચેમ્પિયન બની નથી.
આ વખતે IPL ને એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હોય કે પંજાબ કિંગ્સ. આ બંને ટીમોએ હજુ સુધી કોઈ ખિતાબ જીત્યો નથી, પરંતુ આ વખતે ઇતિહાસ બદલાવાનો છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ માટે તૈયાર છે.ક્લોઝિંગ સેરેમની ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે શરૂ થશે. તેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે.તમને જણાવી દઈએ કે,ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ખાસ બનવાની છે. ફેમસ ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળોને અદ્ભુત રીતે શ્રદ્ધાંજલિ આપશે.
આરસીબી અને પંજાબ વચ્ચે કાંટાની ટકકર જોવા મળવાની છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 આઈપીએલ મેચ રમાઈ છે. જેમાં પંજાબ કિંગ્સે 18 જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 મેચ જીતી છે. હવે જોવાનું રહેશે કે,આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ્ર બેંગ્લોર બંન્નેમાંથી કોણ બને છે. અમદાવાદમાં રમાનારી આ ફાઈનલ ને લઈ દિગ્ગજો પણ પહોચી ગયા છે.