કોઈ ‘માં’ આટલી નિર્દય હોય શકે..! અમદાવાદમાં જનેતાએ પોતાની જ દીકરીનું ગળુ દબાવીને કરી હત્યા, કારણ હતું સાવ આવું, જુઓ Video

અમદાવાદમાં એક જનેતાએ પોતાની 6 વર્ષની દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી. દીકરીએ કામમાં મદદ નહિ કરતા માતાએ કરી હત્યા.. ઓઢવ પોલીસે હત્યાના ગુનામાં આરોપી મહિલાની કરી ધરપકડ.. કોણ છે આ નિર્દય માં... જાણો આ અહેવાલમાં

કોઈ માં આટલી નિર્દય હોય શકે..! અમદાવાદમાં જનેતાએ પોતાની જ દીકરીનું ગળુ દબાવીને કરી હત્યા, કારણ હતું સાવ આવું, જુઓ Video
| Edited By: | Updated on: Jul 04, 2025 | 8:33 PM

પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આરોપી મહિલા ઉષા લોધીની પોતાની 6 વર્ષની દીકરીની હત્યા કેસમાં ઓઢવ પોલીસે ધરપકડ કરી.. માં અને દીકરીના સંબંધને લાંછન લગાવતી આ નિર્દય માતાએ પોતાની માસૂમ દીકરીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી.. ઘટનાની વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં 2 જુલાઈ ના દિવસે 6 વર્ષની બાળકી અરુસી બપોરે 12 વાગે સ્કૂલેથી ઘરે આવી હતી અને બપોરે 3.30 વાગે આરોપી ઉષાએ દીકરીને ચમચી ભરવાનું કામમાં મદદ કરવાનું કહ્યું.

પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં ખુલાસો

પરંતુ દીકરીએ કામ કરવાની ના પાડતા ગુસ્સે થયેલી ઉષાએ દીકરીને બે લાફા માર્યા અને ગળુ દબાવીને હત્યા કરી દીધી.. દીકરી મૃત્યુ થતા આરોપી મહિલાએ બચવા માટે દીકરી પથારીમાં સૂતી હતી..અને ઉંઘમાંથી ઉઠી નથી રહી તેવું તરકટ રચ્યું હતું. પરંતુ દીકરીના શરીર પર નિશાનો અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટથી બાળકીની હત્યા થઈ હોવાનું ખુલતા ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ઉષા લોધી મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે. દોઢ વર્ષ પહેલાં અમિત લોધી સાથે બીજા લગ્ન થયા હતા..આરોપી ઉષાનો પ્રથમ પતિ ટીબી ની બીમારીથી મૃત્યુ પામ્યો હતો..તેના પ્રથમ લગ્નમાં બે સંતાન હતા..જેમાં 12 વર્ષના દીકરાને પ્રથમ પતિના ઘરે મૂકીને આવી હતી..જ્યારે દીકરી આરુશીને લઈને બીજા પતિ સાથે રહેતી હતી.

દદ નહિ કરતા બાળકીની હત્યા

બીજો પતિ ફેબ્રિકેશન હેલ્પર નું કામ કરે છે..જ્યારે ઉષા ઘરે ચમચી પેકિંગનું કામ કરતી હતી. ઘટનાના દિવસે દીકરીએ ઘર કામ અને ચમચી પેકિંગમાં મદદ નહિ કરતા તેની હત્યા કરી અને પતિ અમિતને દીકરી સુઈ ગયા બાદ ઉઠતી નહિ હોવાનો કોલ કર્યો.
જેથી આરુશીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કરી.

જેથી બાળકીનું મૃતદેહ ઘરે પરત લાવ્યા. આ દરમ્યાન કોઈએ 108ને કોલ કરતા ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસ સ્ટેશન પીઆઇ પ્રતીક ઝીંઝુવાડીયા મૃતદેહ શકાસ્પદ લાગતા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને માતાનો ભાંડો ફૂટી ગયો.

ગુસ્સો જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ !

ઓઢવ પોલીસે માસૂમ દીકરીની હત્યા કરનાર હત્યારી માતા ની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી છે. દીકરીની હત્યા કામ નહીં કરવાના ગુસ્સો જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે મહિલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે..

10 વર્ષમાં 6000 પ્લેન ક્રેશ અને 9000 લોકોના મોત… બોઈંગના નામે લખાયા છે અનેક કલંક છતા આ કંપનીના ઍરક્રાફ્ટની આટલી ડિમાન્ડ કેમ?- વાંચો