Ahmedabad માં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, પાંચ દિવસમાં નોંધાયા આટલા કેસો
અમદાવાદમાં ગુરુવારે વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમા ગરૂવારે ગુજરાતના કોરોનાના 4213 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 1835 કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં છેલ્લા 05 દિવસમાં કોરોનાના 4513 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે અત્યારે કુલ 2870 કેસ એક્ટિવ છે.
05 જાન્યુઆરીએ 1637 નવા કેસ
જેમાં 01 જાન્યુઆરીએ 559, 02 જાન્યુઆરીએ 396, અને 03 જાન્યુઆરીએ 631 કેસ, 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1637 નવા કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
અમદાવાદમાં(Ahmedabad)કોરોનાના(Corona)કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં ગુરુવારે વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ(micro containment ) ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે.તેમજ 4 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.સૌથી વધુ બોડકદેવ, વસ્ત્રાપુર, બોપલ અને થલતેજના 5 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.
શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120
તો જોધપુર અને સરખેજના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા નવરંગપુરા, ઉસ્માનપુરા અને ચાંદખેડાના 3 વિસ્તાર, શાહીબાગના એક વિસ્તાર, મણિનગર અને કાંકરિયાના 3 વિસ્તારનો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થયો છે. નિકોલના 2 વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. ત્યારે નવા 110 ઘરોના 452 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 120 થઇ છે.
કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે.
મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર
કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો
LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : RAJKOT : કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ચિંતામાં, ઓનલાઈન વર્ગો શરૂ કરવાની માંગ
આ પણ વાંચો : મહેસાણાની સિટી બસ સેવાઃ પાલિકાના પૈસે ગામડામાં સેવા, જાણો શું છે આખું કૌભાંડ