Gujarat Election 2022 : રાહુલ ગાંધી આજે અમદાવાદમાં, ગુજરાત કોંગ્રેસની ડૂબતી નાવને તારવવા કરશે મથામણ

|

Sep 05, 2022 | 8:20 AM

રાહુલ ગાંધી અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહેશે. કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(CM Ashok Gehlot)  સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

Gujarat Election 2022 : રાહુલ ગાંધી આજે અમદાવાદમાં, ગુજરાત કોંગ્રેસની ડૂબતી નાવને તારવવા કરશે મથામણ
Rahul Gandhi gujarat visit

Follow us on

Rahul Gandhi Gujarat Visit : જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)  નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધ્યા છે. હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજર રહેશે. કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત(CM Ashok Gehlot)  સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. રાહુલ ગાંધી તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે.

મોટા નેતાઓ છોડી રહ્યા છે ‘હાથ’ નો સાથ

એક તરફ ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) મોટા નેતાઓ સાથ છોડી રહ્યા છે. ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસ માટે પડકાર બની રહી છે. તેવા સમયે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મહત્વની મનાઈ રહી છે. ગુજરાતમાં રાહુલ ગાંધી કોંગ્રેસને એકઠી કરવાનો પ્રયાસ કરશે.તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

 ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ…!

ગુજરાત(Gujarat) યુથ કોંગ્રેસના(Youth Congress) પ્રમુખ પદે હરપાલસિંહ ચુડાસમાની(Harpalsinh Chudasma) વરણી કરવામાં આવી છે. જેના કારણે સોનિયા ગાંધીએ માત્ર ચાર કલાકમાં જ હરપાલસિંહની વરણી કરી છે. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્ય છે તેમજ રાજસ્થાન યુથ કોંગ્રેસના પ્રભારી પદે પણ કાર્યરત છે.

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

વિશ્વનાથ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે એ સમયે જ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામુ પડ્યુ છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં ફાટફુટ ચાલી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે. અનેક જગ્યાએ આખી પેનલ તૂટી રહી છે. પોતાની રાજકીય જમીન મજબૂત કરવા દિવસેને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. તેવામાં વધુ એક કોંગ્રેસના નેતા દ્વારા રાજીનામુ પડ્યુ છે.

Next Article