Watch: રેશનિંગના અનાજથી 3 લાખ લોકો વંચિત! તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસના આક્ષેપ, જુઓ Video

Watch: રેશનિંગના અનાજથી 3 લાખ લોકો વંચિત! તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસના આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 06, 2023 | 8:13 PM

તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસના આક્ષેપ છે. 3 લાખ રેશનિંગ કાર્ડ ધારકો તહેવાર દરમ્યાન રાશનથી વંચિત હોવાની વાત કોંગ્રેસે કરી છે. અમદાવાદના 9 તાલુકાના 3 લાખ રેશનકાર્ડ ધારકો ખાંડ-તેલથી વંચિત હોવાનું જણાવ્યુ છે. 3 મંત્રીઓના મત વિસ્તારમાં અનાજ નથી પહોચ્યું તેમ છતાં મંત્રીઓ ચૂપ હોવાણી વાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

તહેવારોમાં રેશનિંગ અનાજની જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાયાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. 3 લાખ રેશનિંગ કાર્ડ ધારકો તહેવાર દરમ્યાન રાશનથી વંચિત હોવાનું કોંગ્રેસે જણાવ્યુ છે. અમદાવાદના 9 તાલુકાના 3 લાખ રેશનકાર્ડ ધારકો ખાંડ-તેલથી વંચિત હોવાના આક્ષેપ છે.

મહત્વની વાત છે કે કોંગ્રેસનું કહેવું છે કે 3 મંત્રીઓના મત વિસ્તારમાં અનાજ નથી પહોચ્યું તેમ છતાં મંત્રીઓ ચૂપ છે. મંત્રી અને સંત્રીની ખેંચતાણને કારણે રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત હોવાના આક્ષેપો લગાવાયા છે. રેશનિંગનું અનાજ ન પહોંચવા પાછળ ક્યાં પરિબળો જવાબદાર સરકાર જણાવે તેવી કોંગ્રેસે માગ કરી છે.

આ પણ વાંચો : Iskcon Bridge Accident Case: તથ્ય પટેલે જે કારથી અકસ્માત સર્જેયો તે કાર મૂળ માલિકને પરત મળશે, ભરવો પડશે બોન્ડ, જુઓ Video

મહત્વનું છે કે રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો પહોંચતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આવી તમામ ફરિયાદોને સસ્તા અનાજના ગોડાઉન મેનેજરે ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે, કોઈ દુકાનદાર ઓછા જથ્થાની વાત કરે તે ખોટી છે. કારણ કે રજાના દિવસે પણ અનાજનો જથ્થો પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. આગામી ત્રણ દિવસ રજામાં પણ આ કામગીરી ચાલુ રહેશે. જેના કારણે મોટાભાગનો જથ્થો દુકાનો સુધી પહોંચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે, જેમ જેમ રૂપિયા મળે છે, તેમ તેમ દુકાનોને જથ્થો મળી રહ્યો છે.

મહત્વનું છે કે તહેવાર પર ગરીબોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો ઓછો આવવાથી મુશ્કેલી ઉભી થશે. રેશનિંગ શોપ એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ દાવો કર્યો છે. કહ્યું- બેઠક પછી પણ રાજય સરકાર સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજનો જથ્થો પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો પૂરતી માત્રામાં પહોંચી રહ્યો નથી. તહેવારમાં અનાજનો જથ્થો ઓછો આવવાથી મુશ્કેલી ઉભી થશે. સસ્તા અનાજની દુકાનના ધારકોને પ્રહલાદ મોદીએ સૂચના આપી. દુકાનના ધારકોને અનાજનો જથ્થો જાતે લેવા જવું નહીં. અનાજનો જથ્થો ઓછો હોવાથી લોકો સાથે ઘર્ષણ દુકાનદારોને થાય તેવી નોબત થશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 06, 2023 08:12 PM