AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટે લીધો નિર્ણય, અમદાવાદ અને સુરતની વધુ 5 ટીપી સ્કીમ રાજ્ય સરકારે કરી મંજૂર

અમદાવાદ અને સુરત શહેરમાં વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ જાહેર થવાને લઈ બંને શહેરોમાં નવા રસ્તાઓનુ અમલકરણ ઝડપી બનશે, તેમ જ વધુ 10, 900 EWS આવાસોનું નિર્માણ થશે.

CM ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ માટે લીધો નિર્ણય, અમદાવાદ અને સુરતની વધુ 5 ટીપી સ્કીમ રાજ્ય સરકારે કરી મંજૂર
CM Bhupendra Patel (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 11:28 PM
Share

રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે વધુ એક નિર્ણય લીઘો છે. અમદાવાદ (Ahmedabad) અને સુરત (Surat) માં વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમ (Town Planning Scheme) ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત ના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ટીપી સ્કીમને મંજૂર કરતો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવારમાં 4 ટાઉન પ્લાનીંગ સ્કીમ અને સુરતમાં એક સ્કીમને મંજૂર કરાઈ હોવાની જાણકારી અપાઈ છે. જેને લઈ બંને શહેરોમાં નવા રસ્તાઓનુ ઝડપી અમલીકરણ થઈ શકશે અને સાથે જ આંતરમાળખાકીય સવલતો મળશે. આ ઉપરાંત 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ થશે.

મુખ્ય પ્રધાન દ્વારા મહત્વના કરાયેલા નિર્ણય થકી બંને શહેરોના વિકાસને વધુ ગતિ મળશે, અમદાવાદ અને સુરત મહાનગરના લોકોને વધુ સવલતો ઉપલબ્ધ થશે. અમદાવાદમાં 1 ફાઈનલ ટીપી મંજૂર કરવામા આવી છે. જ્યારે 1 ડ્રાફ્ટ ટીપી અને 2 પ્રલિમીનગરી ટાઉન પ્લાઈનીંગ સ્કિમ ને મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 1 પ્રિલિમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાઈ છે.

10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ

નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર સાથે EWS આવાસ, બાગ-બગીચા, રમત-ગમત મેદાન અને જાહેર સુવિધા માટે વધુ જમીન મળી રહેશે. 10,900 થી વધુ EWS આવાસોનું નિર્માણ કરવામાં કરાશે. 69.41 હેક્ટર જમીન સરકારના આ મહત્વના નિર્ણય વડે ઉપલબ્ધ થઈ શકશે.

બંને મહાનગરમાં મંજૂર થયેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ

  1. AUDAની ડ્રાફ્ટ સ્કીમ નં. 413 એણાસણ-મુઠીયા-બિલાસીયા
  2. AMCની ફાઈનલ ટી.પી સ્કીમ નં. 54 ઓગણજ
  3. AMCની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ નં. 69 કોતરપૂર
  4. AMCની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ નં. 35 જગતપૂર
  5. SMCની પ્રિલીમીનરી ટી.પી સ્કીમ નં. 41 ડીંડોલી

અગાઉ પણ ત્રણ મહાનગરોને ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવવા થોડાક સમય અગાઉ ત્રણ મહાનગરોમાં 6 નવી ટીપી સ્કીમને મંજૂરી આપી હતી. જેમાં સુરતમાં મહાનગરપાલિકામાં 3 અને સુડાની એક ટીપી સ્કીમને મંજૂરી, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં એક ટીપી સ્કીમને મંજૂરી અપાઈ હતી. જ્યારે ભાવનગરમાં એક પ્રિલીમિનરી ટીપી સ્કીમને મંજૂરી અપાઈ હતી. મુખ્યમંત્રીએ કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી હતી. જેમાં સુરત, અમદાવાદ, ભાવનગર સહિત બાવળાની 1 ડ્રાફ્ટ ટીપીનો પણ સમાવેશ થતો હતો. જેમાં બાવળામાં 54.88 હેક્ટર જમીન પર વિકાસ કામો કરવામાં થનાર છે.

ઈનપુટ ક્રેડિટઃ કિંજલ મિશ્રા, ગાંધીનગર

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">