Ahmedabad : મનપાના ફૂડ વિભાગની તવાઈ, હોટલમાંથી લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થતા હજારોનો દંડ ફટકાર્યો

|

Apr 21, 2024 | 12:09 PM

અમદાવાદમાં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાના ફૂડ વિભાગે અમદાવાદની 5 હોટલમાંથી ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ તમામ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થયા છે.

Ahmedabad  : મનપાના ફૂડ વિભાગની તવાઈ, હોટલમાંથી લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થતા હજારોનો દંડ ફટકાર્યો

Follow us on

અમદાવાદમાં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાના ફૂડ વિભાગે અમદાવાદની 5 હોટલમાંથી ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ તમામ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થયા છે. પનીર, બટર, મલાઈના નમૂના હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યુ છે. મ્યૂનિ. કોર્પોરેશને 46 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ મ્યૂનિ. કોર્પોરેશને 140 એકમને નોટીસ ફટકારી છે.

ફૂડ વિભાગે 317 કિલો ખાદ્ય પદાર્થ નાશ કર્યો છે. એપ્રિલ મહીનામાં અત્યાર સુધી 68 ખાદ્યપદાર્થના નમૂના લેબમાં મોકલાયા. જેમાં દૂધની બનાવટના 6, આઈસ્ક્રીમના 12, બેકરી પ્રોડક્ટના 4 નમૂના લેવાયા છે. આ ઉપરાંત શેરડીના રસના 8, બરફ ગોળાના 6 નમૂના લેવાયામાં આવ્યા છે. મસાલાના 10 તો નમકીનના 6 અને ખાદ્યતેલના 2 નમૂના લેવામાં આવ્યા છે.

રાજ્યમાં વિવિધ સ્થળો પર પાડ્યા હતા દરોડા

બીજી તરફ આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાણોદરમાં આવેલ શ્રીમુલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લગભગ 53 લાખ રુપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ અગાઉ પણ રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા હતા. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા હોવાથી દરોડા પાડ્યા હતા.જેમાં 30 કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો 134 લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

શ્રીખંડનું સેવન કરતા 200 લોકોને થયુ ફૂડ પોઈઝિંગ

બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. તાલાળા હોસ્પિટલના બેડ ખૂટી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:53 am, Sun, 21 April 24

Next Article