
દેશમાં જ્યારે પણ આંદોલનની વાત આવે છે, ત્યારે ગુજરાતમાં થયેલા આંદોલનોને ચોકક્સ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાં થયેલા આંદોલનમાંથી આજે અમે તમને એક એવા આંદોલન વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે એ સમયે મુખ્યમંત્રી કોણ હતા અને આંદોલન થવા પાછળનું કારણ શું હતું તેના વિશે વિસ્તારથી માહિતી આપીશું. 51 વર્ષ પહેલા થયેલું આ આંદોલન ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરવામાં આવેલી રાજકીય અને સામાજીક ચળવળ હતી. આ આંદોલન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને પાડી દેનારું એક માત્ર સફળ આંદોલન હતું. આ આંદોલનના દેશભરમાં પડઘા પડ્યા હતા. ભોજન બિલમાં 20 ટકાના વધારો, વિધાર્થીઓમાં રોષ વર્ષ 1973નો ડિસેમ્બર મહિનો હતો. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ મેસની ફીમાં અચાનક 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ફૂડ બિલમાં વધારો થતાં વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધીરે ધીરે આ રોષે હિંસક રૂપ...