
એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ ઠેક ઠેકાણે ધમકી ભરેલા ઇમેઈલ મોકલવાના શરુ કર્યા. ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં હોસ્પિટલ, શાળા અને સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીઓ આપનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ ની કસ્ટડીમાં જોવા મળતી આ યુવતી નું નામ રેની જોશીલડા છે. મૂળ તમિલનાડુ ના ચેન્નાઈ ની રહેવાસી આ યુવતી એ એક બે નહીં પરંતુ 11 રાજ્યો ની પોલીસ ને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપીને અવાર નવાર દોડતી કરી હતી. આરોપી યુવતી જે તે રાજ્યો માં કોઈ પણ મોટી ઇવેન્ટ હોય કે પછી કોઈ ઘટના બની હોય તો તેને ધ્યાન માં રાખી ને સ્ટેડિયમ, શાળા કે હોસ્પિટલ માં ધમકી ભર્યા મેઈલ કરતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવતી ચેન્નાઈ ની આઇટી ક્ષેત્રની ડેલોઇટ યુએસઆઇ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. અને આ જ કંપની માં કામ કરતા ડિવિજ પ્રભાકર નામના યુવક સાથે તેને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. જો કે યુવક એ બીજી યુવતી સાથે લગ્ન કરી દેતા તેની સાથે બદલા ની ભાવના સાથે ક્યારેક યુવક ના નામ અને મોબાઈલ નંબર સાથે બૉમ્બ બ્લાસ્ટના મેઈલ કરતી હતી. આરોપી યુવતીએ અત્યાર સુધી 80થી વધુ વર્ચ્યુઅલ મોબાઇલ નંબર અને ફેક ઈમેઈલ ID બનાવ્યા હતા અને અત્યાર સુધીમાં 100થી વધુ ધમકી ભર્યા ઈમેઈલ મોકલાયા હોવાનું ખુલ્યું છે.
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપી રેની જોશીલડાએ ગુજરાત માં ઓપરેશન સિંદૂર, IPL ની ફાઈનલ મેચ અને પ્લેન ક્રેશ દુર્ઘટના એમ કુલ 21 મેઇલ કર્યા હતા. જેમાં સરખેજ ખાતે આવેલ જીનીવા લીબરલ સ્કૂલ માં 4 મેઈલ, મોટેરા સ્ટેડિયમ માં 13 મેઈલ અને બોપલની દિવ્ય જ્યોત સ્કૂલ માં 3 મેઈલ કર્યા હતા.
જ્યારે પ્લેન ક્રેશ ની દુઘર્ટના એક પ્લાનિંગ હતું અને પોતે જ કરાવ્યું હોવાના ઉલ્લેખ સાથે બી જે મેડિકલ માં પણ 1 મેઈલ કર્યો હતો. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, બિહાર, કેરાલા, તેલંગાણા, પંજાબ,મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના 11 જેટલા રાજ્યો માં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા મેઈલ કર્યા હતા.
યુવતીએ અલગ અલગ વર્ચ્યુઅલ નંબર મેળવ્યા હતા અને તેના આધારે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ અને મેઇલ એકાઉન્ટ શરૂ કર્યાં હતા. જેના આધારે તે મેઈલ કરતી હતી. સાયબર ક્રાઇમની ટીમ ટેક્નિકલ એનાલિસિસ દ્વારા યુવતીના નિવાસસ્થાને પહોંચી હતી અને તેની પાસેથી મેઇલને લઈને મહત્વના પુરાવા પણ મેળવ્યા છે.
એક તરફી પ્રેમમાં પાગલ યુવતી પ્રેમીના છૂટાછેડા કરાવીને પોતે લગ્નના સપના જોતી હતી. પરંતુ તેના ગુનાખોરી માનસિકતાના કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે. આ આરોપી યુવતીએ BE એન્જિનિયરિંગ અને રોબોટિક્સ નો અભ્યાસ કર્યો છે..જો કે પોલીસની પકડ માં ન આવે તેની પણ ખાસ તકેદારી રાખતી હતી.
જેના માટે VIPIN અને ડાર્ક વેબ ના માધ્યમથી ધમકી ભર્યા ઇમેઇલ કરતી હતી..જો કે ધરપકડ પહેલા પણ તેણે અનેક પુરાવા નો નાશ કરી દીધો છે. પરતું તેને કબજે લેવા એફએસએલ ની મદદ લઈ ને હાલ માં પોલીસ એ આરોપી યુવતી ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે યુવતી ધરપકડ બાદ મુંબઈ ATS પણ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી..
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.
Published On - 5:53 pm, Mon, 23 June 25