Ahmedabad: રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઇન્ટ અને વાહન પાર્કિંગ સુવિધા શરૂ કરાઇ

|

Feb 16, 2022 | 3:38 PM

પેટ્રોલ અને ઇંધણમાં ભાવમા વધારો થતાં લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યાં છે. ત્યારે આવા ઇલેક્ટ્રિક વેહિકલ માટે શહેરમાં ચાર્જિંગની સમસ્યા જોવા મળી છે. જે સમસ્યા દુર કરવા માટે અને લોકોને સુવિધા આપવા માટે રેલવે વિભાગ દવારા પ્રયાસ હાથ ધરાયો. જે પ્રયાસના ભાગ રૂપે કાલુપુર રેલવે સ્ટેશન (railway station)  પર ઇલેક્ટ્રીક વાહન (electric vehicle) ચાર્જિંગ […]

Ahmedabad: રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઇન્ટ અને વાહન પાર્કિંગ સુવિધા શરૂ કરાઇ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ પોઇન્ટ અને વાહન પાર્કિંગ સુવિધા શરૂ કરાઇ

Follow us on

પેટ્રોલ અને ઇંધણમાં ભાવમા વધારો થતાં લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યાં છે. ત્યારે આવા ઇલેક્ટ્રિક વેહિકલ માટે શહેરમાં ચાર્જિંગની સમસ્યા જોવા મળી છે. જે સમસ્યા દુર કરવા માટે અને લોકોને સુવિધા આપવા માટે રેલવે વિભાગ દવારા પ્રયાસ હાથ ધરાયો. જે પ્રયાસના ભાગ રૂપે કાલુપુર રેલવે સ્ટેશન (railway station)  પર ઇલેક્ટ્રીક વાહન (electric vehicle) ચાર્જિંગ પોઈન્ટ (Charging point) અને પાર્કિંગ સ્ટેશનનો શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અને અમદાવાદ રેલવે DRM હાજર રહ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.

પશ્ચિમ રેલવેમાં પ્રથમ વાર આ પ્રકારની સુવિધા શરૂ કરાઇ છે. જેનો શુભારંભ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને રેલવે drm એ કરાવ્યો. જે સુવિધામાં એક સમયે 4 વાહનો સંપૂર્ણ ચાર્જ કરી શકવાની સુવિધા છે. 1 થી દોઢ કલાકમાં એક વાહન સંપૂર્ણ ચાર્જ થઈ શકશે. પ્રતિ યુનિટ રૂ.16 ના દરે વાહન ચાર્જ કરી શકાશે.

ખાનગી કંપની સાથે મળીને રેલવે ઇલેક્ટ્રિક કાર ભાડે આપશે

એટલું જ નહીં પણ રેલવે સ્ટેશનેથી જ ઇલેક્ટ્રિક કાર ભાડે પણ મેળવી શકાશે. જેના માટે પ્રતિ કિલોમીટર રૂ.12 થી રૂ.16 ના ભાવે ઇલેક્ટ્રિક કાર ભાડે મળી શકશે. તેમજ આગામી સમયમાં ઇલેક્ટ્રિક રીક્ષા સેવા શરૂ કરવાનું આયોજન પણ છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

લોકો ઇલેક્ટ્રિક વેહિકલનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય તેવો ઉદ્દેશ

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ પ્રવાસી પોતાનું ઇ વિહિકલ લઈને આવશે તો ચાર્જિંગ પોઈન્ટ માટેની વ્યવસ્થા મળી રહેશે. તેમજ રેલવે સ્ટેશન પરથી ઇ વિહિકલ બુક કરાવી હશે તો પણ કરી શકશે. એસી કાર એક કિલોમીટરના 12 રૂ. પડશે. જેના કારણે પ્રવાસી ઓને સારી સુવિધા મળી રહેશે. તેમજ ઇ વિહિકલ માટે ચાર્જિંગ પોઇન્ટ અને પાર્કિંગની વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી રહેશે. જેથી મુસાફરોને હાલાકી ન પડે તેમજ લોકો ઇલેક્ટ્રિક વેહિકલનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાય.

અન્ય સ્ટેશનો પર પણ સુવિધા શરૂ કરાશે

આ સિવાય રેલવે વિભાગ સાબરમતી સ્ટેશન, આંબલી સ્ટેશન, ચંદલોડિયા સ્ટેશન અને ગાંધીનગર સ્ટેશન પર પણ ઇલેક્ટ્રિક વેહિકલના ચારજિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરી રહ્યું છે. જેથી વધુ લોકોને વધુ સુવિધા આપી શકાય.

આ પણ વાંચોઃ Surat: ગ્રીષ્મા હત્યા કેસની તપાસ માટે SITની રચના, હત્યારા ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવશે

આ પણ વાંચોઃ Ahmedabad : સાયન્સ સિટીના ટિકિટના દરમા મોટો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા ટિકિટના દર

Published On - 3:37 pm, Wed, 16 February 22

Next Article