Ahmedabad: એસ્પાયર-2 કન્સ્ટ્રકશન સાઈટ પર શ્રમિકોના મોતના CCTV સામે આવ્યા, જુઓ VIDEO

|

Sep 15, 2022 | 3:46 PM

ગુજરાત યુનિવર્સિટી (Gujarat university) પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમા માળેથી બાંધકામનો એક ભાગ તુટતા 7 મજૂરના મોત થયા હતા. બિલ્ડીંગનું કન્ટ્રક્શન ચાલતુ હતુ, ત્યારે આ બનાવ બન્યો હતો.

Ahmedabad: એસ્પાયર-2 કન્સ્ટ્રકશન સાઈટ પર શ્રમિકોના મોતના CCTV સામે આવ્યા, જુઓ VIDEO
મોતની ઘટનાના CCTV સામે આવ્યા

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) એસ્પાયર-2 કન્સ્ટ્રકશન સાઈટ (Construction site) પર શ્રમિકોના મોત થવાના CCTV સામે આવ્યા છે. સાતમાં માળેથી 8 શ્રમિકો પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બીજી તરફ અમદાવાદના (Ahmedabad) એડોર ગ્રુપની એસ્પાયર-2 કન્સ્ટ્રકશન સાઈટ પર બનેલી દુર્ઘટના મુદ્દે પોલીસે કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી છે. પોલીસે કોન્ટ્રાક્ટર (Contractor) સૌરભ શાહ, પેટા કોન્ટ્રાક્ટર દિનેશ પ્રજાપતિ અને કિરીટ પટેલની ધરપકડ કરી છે. પોલીસે IPCની કલમ 304 અને 114 મુજબ સદોષ માનવવધનો ગુનો નોંધ્યો છે. કોન્ટ્રાક્ટરો મજૂરોને સુરક્ષા વગર કામ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે CCTVના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુજરાત યુનિવર્સિટી (Gujarat university) પાસેના વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગના સાતમા માળેથી બાંધકામનો એક ભાગ તુટતા 7 મજૂરના મોત થયા હતા. બિલ્ડીંગનું કન્ટ્રક્શન ચાલતુ હતુ, ત્યારે આ બનાવ બન્યો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે. એક પછી એક શ્રમિકો નીચે પટકાવાના દ્રશ્યો CCTVમાં જોવા મળી રહ્યા છે. નીચે પટકાતા જ આ શ્રમિકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા મજુરોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. જેના પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી હતી. સૌથી નવાઈની વાત તો એ છે કે અગાઉ પણ ભરત ઝવેરી ગ્રુપની કન્ટ્રક્શન સાઈટ ઝાંસીની રાણી પાસે આ પ્રકારની જ ઘટના ઘટી હતી. પાંચ વર્ષ પહેલા કલાઉડ 9માં થયેલી ઘટનામાં જેમાં 3 મજૂરોના મોત થયા હતા.

કોર્પોરેશને બાંધકામ કરવાની પરવાનગી કરી રદ

અમદાવાદ કોર્પોરેશને બિલ્ડિંગમાં (Building) કામગીરી કરવાની રજા ચિઠ્ઠી રદ કરી દીધી છે. એટલે કે, હવે જ્યાં સુધી આ કેસની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી બિલ્ડર અહીં કોઈ પણ પ્રકારની કામગીરી કરી શકશે નહીં.

પોલીસે બિલ્ડરની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી

મહત્વનું છે કે,ગુજરાત યુનિવર્સિટી વિસ્તારની નજીક એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં કામગીરી ચાલતી હતી. માંચડો તૂટતા એક સાથે સાત મજૂર મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં CP એલ.બી.ઝાલાએ તપાસની ખાતરી આપી છે અને કહ્યું કે આ ઘટનામાં બેદરકારી અંગે પોલીસ ગુનો દાખલ કરશે.સાથે જ તેણે FSLની ટીમ સાથે મળીને તપાસ કરી રહી હોવાનું પણ જણાવ્યુ. એડોર ગ્રુપ અને તેના સહયોગી સામે હાલ તપાસ ચાલી રહી છે. આ ઘટના માટે FSLની ટીમ સાથે મળીને તપાસ ચાલી રહી છે. ત્યારે આ ઘટના પર રાજકીય નેતાઓ પણ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Next Article